Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ તૂફાનમાં આ સ્ટાર આપશે ફરહાન અખ્તરને કોચિંગ

ફિલ્મ તૂફાનમાં આ સ્ટાર આપશે ફરહાન અખ્તરને કોચિંગ

30 July, 2019 05:44 PM IST |

ફિલ્મ તૂફાનમાં આ સ્ટાર આપશે ફરહાન અખ્તરને કોચિંગ

ફિલ્મ તૂફાનમાં આ સ્ટાર આપશે ફરહાન અખ્તરને કોચિંગ


બોલીવુડ સ્ટાર ફરહાન અખ્તર તેની આગામી ફિલ્મ તૂફાનને લઈને હાલ તૈયારી કરી રહી રહ્યો છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ તૂફાનમાં પોતાની જાતને ફરહાન ઢાળી રહ્યો છે. તૂફાનમાં ફરહાન એક બોક્સરના રોલમાં જોવા મળશે. 2003માં રિલીઝ થયેલી સુપર ફીટ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ પછી ફરી એકવાર ફરહાન અને રાકેશ મહેરા ફિક્શન સ્પોર્ટ્સ ડ્રામા સ્ટોરી લઈને આવી રહ્યાં છે. રાકેશ ઓમપ્રકાશની મહેરાની આ મોસ્ટ અવેઈટેડ ફિલ્મમાં પરેશ રાવલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે



પરેશ રાવલના ફિલ્મ માટે હા કહેવાથી સૌથી વધારે ખુશ રાકેશ ઓમપ્રકાશ મહેરા લાગી રહ્યાં છે. પરેશ રાવલના ફિલ્મ તૂફાનમાં એન્ટ્રીને લઈને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કહ્યું હતું કે, ફિલ્મમાં પરેશ રાવલની એન્ટ્રી ફિલ્મ માટે રોમાંચક સાબિત થશે. ફિલ્મ તૂફાનમાં પરેશ રાવલ ફરહાન અખ્તરના બોક્સિંગ કોચ તરીકે જોવા મળશે જે એક ગરીબ પરિવારમાંથી આવે છે. હાલમાં જ પરેશ રાવલ અને ફરહાન અખ્તર ફિલ્મ માટે સાથે ટ્રેનિંગ લેતા જોવા મળ્યાં હતાં.


આ પણ વાંચો: પહેલા મને ઓફર થઈ હતી ફિલ્મ Avatar, મે જ ફિલ્મને નામ આપ્યું: ગોવિંદા

પરેશ રાવલના ફિલ્મમાં હોવાને લઈને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કહ્યું હતું કે, દરેક ડિરેક્ટરનું એક લિસ્ટ હોય છે જે એક્ટર્સ અને એક્ટ્રેસ સાથે તેમને કામ કરવાની મજા આવતી હોય છે. મારી યાદીમાં પરેશભાઈ સૌથી પહેલા સ્થાને છે. પરેશ રાવલ અને ફરહાન બન્ને એક અદ્ભૂત એક્ટર છે જે દર્શકોને તેમની એક્ટિંગથી આકર્ષિત કરી શકે છે.' ફરહાન હાલ ફિલ્મમાં પોતાના રોલને લઈને ઉક્સુક જોવા મળી રહ્યો છે અને વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયન ડ્રીયૂ નિઅલ પાસેથી ટ્રેનિંગ લઈ રહ્યો છે. તૂફાન ફિલ્મ 2020માં રિલીઝ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2019 05:44 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK