પરેશ રાવલને હિંમત આપતાં અનુપમ ખેરે ટ્વીટ કર્યું કે ‘મારા ફ્રેન્ડ પરેશ રાવલ, તું જલદી સાજો થઈ જા. મારો પ્રેમ અને પ્રાર્થના હંમેશાં તારી સાથે છે.’
પરેશ રાવલ
પરેશ રાવલ કોરોના-પૉઝિટિવ આવ્યા છે. તેમણે આ મહિનાની શરૂઆતમાં જ કોવિડ-19ની વૅક્સિન લીધી હતી. તાજેતરમાં સંજય લીલા ભણસાલી, સતીશ કૌશિક, આમિર ખાન, કાર્તિક આર્યન, મનોજ બાજપાઈ અને આશિષ વિદ્યાર્થીને કોરોના થયો હતો. પોતાને કોરોના થયો હોવાની માહિતી ટ્વિટર પર આપતાં પરેશ રાવલે ટ્વીટ કર્યું હતું, ‘કમનસીબે, મારો કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને મારી અપીલ છે કે તેઓ પ્લીઝ, જાતે જઈને કોરોના-ટેસ્ટ કરાવી લે.’
પરેશ રાવલને હિંમત આપતાં અનુપમ ખેરે ટ્વીટ કર્યું કે ‘મારા ફ્રેન્ડ પરેશ રાવલ, તું જલદી સાજો થઈ જા. મારો પ્રેમ અને પ્રાર્થના હંમેશાં તારી સાથે છે.’