ફિલ્મના પ્રોડક્શન રાઇટ્સ ધરાવતા અક્ષય કુમારે કથિત રીતે ફિલ્મને નુકસાન પહોંચાડવા બદલ પરેશ રાવલ વિરુદ્ધ મુકદ્દમો દાખલ કર્યો છે
પરેશ રાવલ
છેલ્લા કેટલાક દિવસથી ‘હેરાફેરી 3’ ચર્ચામાં છે. આ ફિલ્મના ફૅન્સ અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ત્રિપુટીને ફરીથી જોવા માટે તલપાપડ હતા. આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું હતું, પરંતુ પરેશ રાવલે આ ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી છે. જોકે હવે આ ફિલ્મના પ્રોડક્શન રાઇટ્સ ધરાવતા અક્ષય કુમારે કથિત રીતે ફિલ્મને નુકસાન પહોંચાડવા બદલ પરેશ રાવલ વિરુદ્ધ મુકદ્દમો દાખલ કર્યો છે અને કાનૂની નોટિસ પણ મોકલી છે.
રિપોર્ટ પ્રમાણે અક્ષયે તેના પ્રોડક્શન હાઉસ કેપ ઑફ ગુડ ફિલ્મ્સ મારફત પરેશ રાવલને કાનૂની નોટિસ મોકલી છે, જેમાં ૨૫ કરોડ રૂપિયાના નુકસાન-ભરપાઈની ડિમાન્ડ કરવામાં આવી છે. અક્ષય કુમારે હાલમાં પરેશ રાવલ પર અનપ્રોફેશનલ હોવાનો આરોપ લગાવ્યો છે.


