પંકજ અને દીકરી આશીએ અંધેરી-વેસ્ટમાં સીબ્લિસ બિલ્ડિંગમાં ૯.૮૮ કરોડ રૂપિયાનો એક અપાર્ટમેન્ટ ખરીદ્યો છે
પંકજ ત્રિપાઠી પત્ની મૃદુલા અને દીકરી આશી સાથે
પંકજ ત્રિપાઠીએ પત્ની મૃદુલા અને દીકરી આશી સાથે મળીને મુંબઈમાં ૧૦.૮૫ કરોડ રૂપિયાના બે અપાર્ટમેન્ટ્સ ખરીદ્યા હોવાના રિપોર્ટ છે. દસ્તાવેજોમાંથી જાણવા મળે છે કે પંકજ અને દીકરી આશીએ અંધેરી-વેસ્ટમાં સીબ્લિસ બિલ્ડિંગમાં ૯.૮૮ કરોડ રૂપિયાનો એક અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ અપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા ૨૦૨૬ સ્ક્વેર ફુટ અને બાલ્કનીનો વિસ્તાર ૩૪૬ સ્ક્વેર ફુટ છે. આમ ફ્લૅટનો કુલ વિસ્તાર ૨૩૭૨ સ્ક્વેર ફુટ થાય છે. જુલાઈમાં થયેલી આ ડીલમાં ત્રણ કાર-પાર્કિંગ જગ્યાઓ પણ સામેલ છે. આ ડીલમાં ૫૯.૮૯ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ચાર્જ પણ ચૂકવવામાં આવ્યો છે.
કજની પત્ની મૃદુલા અને તેમની પુત્રી આશીએ ખરીદેલો બીજો અપાર્ટમેન્ટ કાંદિવલી-વેસ્ટમાં આશાપુરા હેરિટેજમાં આવેલો છે જેની કિંમત ૮૭ લાખ રૂપિયા છે. આ અપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા ૪૨૫ સ્ક્વેર ફુટ છે. સપ્ટેમ્બરમાં થયેલી આ ડીલમાં ૪.૩૫ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયાનો રજિસ્ટ્રે્શન-ચાર્જ ચૂકવાયો છે.


