Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પલાશ મુચ્છલ વિરુદ્ધ મહારાષ્ટ્રના સાંગલીમાં ઍટ્રોસિટીઝ ઍક્ટ હેઠળ કેસ

પલાશ મુચ્છલ વિરુદ્ધ મહારાષ્ટ્રના સાંગલીમાં ઍટ્રોસિટીઝ ઍક્ટ હેઠળ કેસ

Published : 07 May, 2026 05:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પલાશની ભૂતપૂર્વ ફિયૉન્સે અને ભારતીય ક્રિકેટર સ્મૃતિ માન્ધનાના બાળપણના મિત્ર વિજ્ઞાન પ્રકાશ માનેએ પલાશ પર જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો અને છેતરપિંડીનો કરવાનો આરોપ મૂકતાં આ પગલું લેવાયું છે. 

પલાશ મુચ્છલ વિરુદ્ધ મહારાષ્ટ્રના સાંગલીમાં ઍટ્રોસિટીઝ ઍક્ટ હેઠળ કેસ

પલાશ મુચ્છલ વિરુદ્ધ મહારાષ્ટ્રના સાંગલીમાં ઍટ્રોસિટીઝ ઍક્ટ હેઠળ કેસ


ક્રિકેટર સ્મૃતિ માન્ધના સાથે સગાઈ તૂટવાને પગલે ચર્ચામાં આવેલા મ્યુઝિક-કમ્પોઝર અને ફિલ્મમેકર પલાશ મુચ્છલ વિરુદ્ધ મહારાષ્ટ્રના સાંગલીમાં ઍટ્રોસિટીઝ ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પલાશની ભૂતપૂર્વ ફિયૉન્સે અને ભારતીય ક્રિકેટર સ્મૃતિ માન્ધનાના બાળપણના મિત્ર વિજ્ઞાન પ્રકાશ માનેએ પલાશ પર જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો અને છેતરપિંડીનો કરવાનો આરોપ મૂકતાં આ પગલું લેવાયું છે. 
પોલીસ-રિપોર્ટ અનુસાર ફરિયાદી વિજ્ઞાન માનેનો આરોપ છે કે ગયા વર્ષે બાવીસ નવેમ્બરે સાંગલી પાસે એક ટોલ-પ્લાઝા પાસે બનેલા એક બનાવમાં દલીલ દરમ્યાન પલાશ મુચ્છલે તેની વિરુદ્ધ અપમાનજનક અને જાતિસૂચક ટિપ્પણી કરી હતી. પોલીસે આ મામલે SC/ST ઍક્ટની કલમ 3(1)ની સાથે-સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2) અને 352 હેઠળ કેસ દાખલ કર્યો છે.
કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે ‘આ આખો વિવાદ પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલો છે. આરોપ છે કે પલાશ મુચ્છલે એક ફિલ્મ-પ્રોજેક્ટના નામે વિજ્ઞાન માને પાસેથી પચીસ 
લાખ રૂપિયા લીધા હતા. પલાશે વચન આપ્યું હતું કે ફિલ્મ ૬ મહિનામાં પૂરી થઈ જશે. જ્યારે લાંબા સમય સુધી પ્રોજેક્ટ પર કામ ન થયું ત્યારે વિજ્ઞાને પોતાના પૈસા પાછા માગવાનું શરૂ કર્યું. આ જ વાતને લઈને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ’
વિજ્ઞાન માનેએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘પલાશે મને ખાતરી આપી હતી કે ફિલ્મ જલદી પૂરી થશે, પરંતુ તેણે છેતરપિંડી કરી. જ્યારે મેં મારા પૈસા માગ્યા ત્યારે તે વાતને ટાળવા લાગ્યો. જ્યારે મેં તેને ટોક્યો ત્યારે તેણે ખૂબ જ ગંદી ભાષાનો ઉપયોગ કર્યો. તેનું વર્તન ખૂબ જ ડિસ્ટર્બિંગ હતું.’


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK