Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુરબાડમાં લગ્નપ્રસંગે જઈ રહેલા એકનાથ શિંદેને કલ્યાણનું વાવાઝોડું નડ્યું

મુરબાડમાં લગ્નપ્રસંગે જઈ રહેલા એકનાથ શિંદેને કલ્યાણનું વાવાઝોડું નડ્યું

Published : 08 May, 2026 07:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાળાં વાદળ અને તોફાની પવનો જોઈને પાઇલટે સતર્ક કર્યા, હેલિકૉપ્ટર અધવચ્ચેથી મુંબઈ પાછું ફર્યું

જુહુના પવનહંસ હેલિપૅડ પર લૅન્ડ થઈ રહેલું એકનાથ શિંદેનું હેલિકૉપ્ટર.

જુહુના પવનહંસ હેલિપૅડ પર લૅન્ડ થઈ રહેલું એકનાથ શિંદેનું હેલિકૉપ્ટર.


મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હેલિકૉપ્ટરે આજે ખરાબ હવામાનને કારણે ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું. એકનાથ શિંદે મહાલક્ષ્મી રેસકોર્સ પરથી બપોરે ૩.૩૦ વાગ્યે કલ્યાણના મુરબાડ ખાતે પક્ષના એક કાર્યકરના પરિવારના લગ્નપ્રસંગમાં હાજરી આપવા રવાના થયા હતા. જોકે હેલિકૉપ્ટર નવી મુંબઈના ઐરોલી પહોંચ્યું ત્યારે પાઇલટને સામેથી વાવાઝોડું આવતું દેખાયું હતું. કાળાં વાદળો અને તોફાની પવન હોવાને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાઇલટે એકનાથ શિંદેને સાવચેત કર્યા હતા, જેના પગલે તેમણે તરત જ મુંબઈ પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ હેલિકૉપ્ટરનું જુહુના પવનહંસ હેલિપૅડ પર સુરક્ષિત લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. 

મુરબાડમાં બાપગાવ હેલિપૅડ પર એકનાથ શિંદે ઊતરવાના હોવાથી ત્યાં સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેને પછીથી હટાવી લેવામાં આવ્યો હતો. હેલિકૉપ્ટરમાં એકનાથ શિંદે સાથે તેમના પર્સનલ અસિસ્ટન્ટ પ્રભાકર કાળે, ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી બાલાસિંહ રાજપૂત ઉપરાંત અન્ય ઑફિસર અને એવિયેશન કંપનીના અધિકારીઓ હતા. હેલિકૉપ્ટરના સેફ લૅન્ડિંગ બાદ એકનાથ શિંદે અને તેમની ટીમના સભ્યો તેમના નિવાસસ્થાન તરફ રવાના થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK