Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી બંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે બે ટેસ્ટ-મૅચની સિરીઝ જીતવા રસાકસી

આજથી બંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે બે ટેસ્ટ-મૅચની સિરીઝ જીતવા રસાકસી

Published : 08 May, 2026 04:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશ ક્યારેય ઘરઆંગણે પાકિસ્તાનને હરાવી શક્યું નથીબંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે આજે ૮ મેથી આગામી ૨૦ મે સુધી બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે. પહેલી ટેસ્ટ-મૅચ મીરપુર અને બીજી મૅચ સિલહટમાં રમાશે.

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે પાકિસ્તાની કૅપ્ટન શાન મસૂદ અને બંગલાદેશી કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે પાકિસ્તાની કૅપ્ટન શાન મસૂદ અને બંગલાદેશી કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો


બંગલાદેશ ક્યારેય ઘરઆંગણે પાકિસ્તાનને હરાવી શક્યું નથીબંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે આજે ૮ મેથી આગામી ૨૦ મે સુધી બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે. પહેલી ટેસ્ટ-મૅચ મીરપુર અને બીજી મૅચ સિલહટમાં રમાશે. બંગલાદેશે અત્યાર સુધી ઘરઆંગણે જીતેલી ૧૬ ટેસ્ટ-મૅચમાંથી નવ ટેસ્ટ-મૅચ મીરપુરમાં જ જીતી છે.

બન્ને વચ્ચે રમાયેલી ૧૫ ટેસ્ટ-મૅચમાંથી પાકિસ્તાન ૧૨ અને બંગલાદેશ બે ટેસ્ટ-મૅચ જીત્યું છે. એક મૅચ ૨૦૧૫માં ડ્રૉ રહી હતી. બન્ને ટીમ વચ્ચે સાત ટેસ્ટ-સિરીઝ રમાઈ છે એમાંથી પહેલી ૬ સિરીઝમાં પાકિસ્તાને જીત મેળવી હતી. ૨૦૨૪માં પાકિસ્તાનમાં રમાયેલી બે ટેસ્ટ-સિરીઝની સિરીઝમાં બંગલાદેશે ૨-૦થી ઐતિહાસિક ક્લીન સ્વીપ કરી હતી.

બંગલાદેશમાં બન્ને ટીમ વચ્ચે ૭ ટેસ્ટ-મૅચ રમાઈ છે, પાકિસ્તાન ૬ ટેસ્ટ-મૅચ જીત્યું છે અને માત્ર એક ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. બંગલાદેશ ઘરઆંગણે પાકિસ્તાનને ક્યારેય ટેસ્ટ-મૅચમાં હરાવી નથી શક્યું. 


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK