ઓરીએ પોતાના ચાહકો માટે એક ખાસ ફેન ઈન્વેન્ટનું આયોજન કર્યું હતું, આ પહેલી વાર હતું જ્યારે ઓરીએ ચાહકો માટે થઈને કોઈ ઇવેન્ટ કરી હોય, જેમાં બધાએ ખૂબ જ આનંદ માણ્યો, જાણો આ વિશે વધુ...
ઓરીની પાર્ટીની તસવીરોનો કૉલાજ
Orry Hosts His First-Ever Fan Event: છેલ્લા કેટલાક સમયથી ઓરી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરહાન અવત્રમાની તરીકે પૉપ્યુલર છે. તેણે તાજેતરમાં જ પોતાના ચાહકો માટે થઈને એક પાર્ટી થ્રો કરી હતી. આ પાર્ટી માટે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, ત્યાર બાદ તેણે આ પાર્ટીની ટિકિટ્સ ખરીદનાર પોતાના ચાહકો માટે તેણે ખાસ ટીશર્ટ પણ બનાવડાવ્યા હતા, જે તેણે ટિકિટ સાથે પોતાના ચાહકોને મોકલી આપ્યા હતા.
View this post on Instagram
ADVERTISEMENT
Orry Hosts His First-Ever Fan Event: સાથે જ તેણે રિક્વેસ્ટ કરી હતી કે બધા આ ટીશર્ટ પહેરીને આવે જેથી કોઈની સાથે પણ ભેદભાવભર્યું વર્તન ન થાય. આ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે પહેલા પણ સ્ટોરી કરી હતી. અહીં જુઓ વિગતે
View this post on Instagram
ઓરી ઘણીવાર એ લિસ્ટેડ હસ્તીઓ સાથે જોવા મળે છે. ઓરીની ફોટો પડાવવાની એક ટ્રેડમાર્ક સ્ટાઈલ છે તે એક હાથ સેલિબ્રિટીની છાતીએ મૂકીને ફોટો લેવડાવે છે. (Orry Hosts His First-Ever Fan Event)
View this post on Instagram
ઓરી શું કામ કરે છે, તેની આવક શું છે, તે કોણ છે આ વિશે મોટા ભાગના લોકોને જણવા માટેની ઉત્સુકતા છે. એવામાં તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "I am Living so I am Liver" (હું જીવું છું એટલે હું લીવર છું). ઓરીના આ નિવેદન બાદ આજે વર્લ્ડ લિવર ડે નિમિત્તે પણ તેણે એક પોસ્ટ શૅર કરી છે આ પોસ્ટમાં તેણે એવું લખ્યું છે કે "હવે તમને સમજાયું પાર્ટી કરવાનું ખરું કારણ?"
View this post on Instagram
ઓરીએ પોતાની આવક વિશે વાત કરતાં એમ પણ કહ્યું કે હું ઇવેન્ટમાં હાજરી આપવા જાઉં તે માટે લોકો મને 15થી 30 લાખ રૂપિયા આપે છે. હું જે પણ ઈવેન્ટમાં જાઉં ત્યાં મારે માત્ર આનંદ માણવાનો હોય છે. ઓરી પોતાની હાજરી અને એક સેલ્ફી માટે પણ અમુક કિંમત ચાર્જ કરે છે.
View this post on Instagram
Orry Hosts His First-Ever Fan Event: ઓરીએ પોતે એક મીટ એન્ડ ગ્રીટ ઇવેન્ટ હોસ્ટ કરી હતી. આ ઈવેન્ટમાં તેણે YOLO ટૂંકું નામ અને જેનો ફુલફૉર્મ થાય છે You Only Love Orry એવું લખેલા કાર્ટુનવાળા ટીશર્ટ પણ તેણે તેના ચાહકોને મોકલ્યા. આ પાર્ટીમાં તેમને માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ખાસ છાપવાળી ટીશર્ટ તેણે ખાસ આ પાર્ટી માટે જ છપાવી હતી.
View this post on Instagram
આ પાર્ટીમાં તેણે પોતાના દરેક ચાહકને પ્રૉમિસ આપ્યું કે દરેકને પર્સનલી મળશે અને તેની આ પાર્ટીના વીડિયોઝ અને ફોટોઝ જોઈને સ્પષ્ટ જણાય છે કે તે ચોક્કસ દરેકને મળ્યો હશે.
View this post on Instagram
ઓરીની આ પાર્ટીની થીમ પિન્ક એન્ડ પર્પલ હતી. આ દરમિયાન ઓરીએ પણ બધા માટે બનાવડાવેલી ખાસ પ્રકારની ટીશર્ટ જેવી જ ટીશર્ટ પહેરી હતી, આની સાથે જ તેણે સ્ટેટમેન્ટ એરિંગ્સ અને સિલ્વર ચેઈન સહિત ગોલ્ડન વૉચ સાથે પોતાના લુકને કમ્પલીટ કર્યો હતો.