Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > #NOSTALGIA : ડિમ્પલ કાપડિયા સાથે દેખાતી આ ગોળમટોળ છોકરીને તમે ઓળખો છો?

#NOSTALGIA : ડિમ્પલ કાપડિયા સાથે દેખાતી આ ગોળમટોળ છોકરીને તમે ઓળખો છો?

22 February, 2023 06:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બોલિવૂડની ‘બિન્દાસ અભિનેત્રી’ તરીકે ઓળખાય છે તસવીરમાં દેખાતી આ ગોળમટોળ છોકરી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


બોલિવૂડ સેલિબ્રિટીઝના બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે અને ફેન્સને તેમને ઓળખવાની ચેલેન્જ આપવામાં આવે છે. આવી જ એક અભિનેત્રીનો બાળપણનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ તસવીરમાં દેખાતી છોકરી આજના સમયમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રી ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) સાથે તસવીરમાં દેખાતી આ ગોળમટોળ છોકરીને તમે ઓળખી કે નહીં?

તસવીરમાં તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવરગ્રીન અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે એક નાની છોકરી જોઈ શકો છો. આ બાળકી ખૂબ જ ક્યૂટ છે. તેના પિતા પણ એક સમયના સુપરસ્ટાર હતા અને તેના પતિ આજે બોલિવૂડના સૌથી ધનિક અભિનેતાઓમાંના એક છે. હવે ઓળખી આ અભિનેત્રીને?



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cinema of India (@cinemaofindiaofficial)


જો હજી પણ ન ઓળખી હોય તો જણાવી દઈએ કે, તસવીરમાં દેખાતી નાની છોકરી બીજું કોઈ નહીં પણ ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) છે. ટ્વિંકલ ખન્ના ડિમ્પલ કાપડિયાની મોટી દીકરી છે. ટ્વિંકલ બોલિવૂડ મેગાસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar)ની પત્ની છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં ટ્વિંકલ એકદમ જુદી દેખાય છે. સ્માર્ટ, ફિટ અને સુંદર લાગતી ટ્વિંકલ બાળપણની આ તસવીરમાં એકદમ ગોલુ અને ક્યૂટ લાગે છે. જોકે, ચહેરા પરથી કોઈ જ ન કહી શકે કે, આ છોકરી ટ્વિંકલ ખન્ના છે.


આ પણ વાંચો - #NOSTALGIA : સોનાલી બેન્દ્રેની આ તસવીરો જોઇ કહેશો, ‘આંખો મેં બસે હો તુમ…’

ટ્વિંકલનો આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો વાયરલ થયો છે. આ તસવીર સામે આવ્યા બાદ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

ટ્વિંકલ ખન્નાને બોલિવૂડની બિન્દાસ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે. તે કોઈપણ મુદ્દે પોતાનો અભિપ્રાય આપવા માટે જાણીતી છે.

આ પણ વાંચો - #NOSTALGIA : ૭૧ વર્ષે ઇન્સ્ટા પર આવનાર ઝીનત અમાનનો તેમના જમાનાનો દબદબો યાદ છે!?

ટ્વિંકલ ખન્નાએ ‘બરસાત’, ‘બાદશાહ’, ‘મેલા’ વગેરે બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષય સાથે લગ્ન કર્યા બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. અભિનય સિવાય ટ્વિંકલ ખન્નાને પુસ્તકો લખવાનો શોખ છે.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2023 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK