Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી: કોપરાપાક

Published : 03 November, 2026 03:02 PM | Modified : 03 November, 2026 03:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રીતે બનાવો કોપરાપાકની રેસીપી.

કોપરાપાક

કોપરાપાક


સામગ્રી : ૪૦૦ ગ્રામ કોપરાનું ખમણ, ૨૦૦ ગ્રામ મોળો માવો, ૪૦૦ ગ્રામ સાકર, ૧૦ સ્ટ્રિંગ કેસર, ૮ એલચીનો પાઉડર, પાણી 
બનાવવાની રીત : એક કડાઈમાં કોપરાનું ખમણ એકથી બે મિનિટ શેકી લેવું. માવો શેકી લેવો. એ જ તાવડીમાં સાકર નાખીને, ડૂબે એટલું પાણી નાખીને ચાસણી કરવી. એમાં કેસર નાખીને હલાવવું. આંગળી અને અંગૂઠાથી એને ચીપકાવી જોવું. ચાસણીનું એક ટીપું થાળીમાં મૂકી જોવું. જો એ જામી જાય તો ચાસણીમાં તરત માવો નાખીને હલાવતા જવું. માવો એકરસ થાય એટલે ગૅસ બંધ કરીને એલચી પાઉડર અને 

કોપરાનું ખમણ નાખવું. એને બરાબર હલાવીને મિક્સ કરવું. એમાં બે ચમચી મલાઈ નાખીને, પર્ફેક્ટ હલાવીને ઘી લગાવેલી થાળીમાં પાથરી દેવું. એને ડ્રાયફ્રૂટ્સથી સજાવવું. પાંચ મિનિટ પછી એના પીસ કરી લેવા. એકદમ મસ્ત બજાર જેવો કોપરાપાક તૈયાર છે.



- રાગિણી ગાંધી


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK