Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નિક મારા પપ્પાનું પ્રતિબિંબ : પ્રિયંકા

નિક મારા પપ્પાનું પ્રતિબિંબ : પ્રિયંકા

19 July, 2021 02:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું દરરોજ સવારે જાગું અને મને લાગે છે કે એવી વ્યક્તિ છે જે પોતાની પહેલાં મારા વિશે વિચારે છે. એ જ વસ્તુ તો જોઈતી હોય છે કે કોઈ તમને આવી રીતે પ્રેમ કરે.’

પ્રિયંકા ચોપરા, નિક જોનાસ

પ્રિયંકા ચોપરા, નિક જોનાસ


પ્રિયંકા ચોપડા જોનસને લાગે છે કે નિક તેના પિતાની છબી છે. તેને તેના પિતા ડૉક્ટર અશોક ચોપડા અને નિક જોનસના સ્વભાવમાં સમાનતા દેખાય છે. ગઈ કાલે પ્રિયંકાનો બર્થ-ડે હતો. તેને દેશ-વિદેશથી ભરપૂર શુભેચ્છાઓ આપવામાં આવી હતી. પ્રિયંકા અને નિકે ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. પિતા અને હસબન્ડના સ્વભાવની વાત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું જેટલું તેને જાણતી જાઉં છું, હા મને લાગે છે કે મેં એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યાં છે જે મારા પિતાની છબી છે. ન માત્ર મ્યુઝિક; તેઓ બન્ને સ્થિર, સૉલિડ અને વિશ્વસનીય છે. નિક સૌથી વિચારશીલ વ્યક્તિ છે. તે કોઈ પણ બાબતમાં સૌથી પહેલાં મારો વિચાર કરે છે. હું દરરોજ સવારે જાગું અને મને લાગે છે કે એવી વ્યક્તિ છે જે પોતાની પહેલાં મારા વિશે વિચારે છે. એ જ વસ્તુ તો જોઈતી હોય છે કે કોઈ તમને આવી રીતે પ્રેમ કરે.’


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2021 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK