ક્રિતી સાથે કામ કરવાનું સપનું પૂરું થયું શાહીરનું, ‘સ્ત્રી 2’માં ડાન્સ નંબર કરશે તમન્ના? , ‘શૈતાની રસ્મેં’ દ્વારા ટેલિવિઝન પર એન્ટ્રી કરશે શેફાલી જરીવાલા ,પાર્ટી તો બનતી હૈ અને વધુ સમાચાર
તમન્ના ભાટિયા , કૃતિ સેનોન , પરીનીતિ ચોપરા , રાઘવ ચઢા
પરિણીતી ચોપડાએ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે આ વર્ષે લગ્ન કરી લીધાં છે. ઉદયપુરમાં તેમના ગ્રૅન્ડ વેડિંગની પૉલિટિક્સ અને બૉલીવુડમાં ખૂબ ચર્ચા થઈ હતી. અનેક લોકોએ આ શાહી લગ્નમાં હાજરી આપી હતી. તેને મૅરિડ લાઇફ વિશે પૂછવામાં આવતાં પરિણીતીએ કહ્યું કે ‘હું તમને સફળ લગ્નજીવનનું સીક્રેટ જણાવું છું. મૈં હું ઍક્ટર, વો હૈ પૉલિટિશ્યન. ઉસકો બૉલીવુડ કે બારે મેં કુછ નહીં પતા ઔર મુઝે પૉલિટિક્સ કે બારે મેં કુછ નહીં પતા. ઇસ લિએ હમારી મૅરેજ બહુત અચ્છી ચલ રહી હૈ.’
ક્રિતી સાથે કામ કરવાનું સપનું પૂરું થયું શાહીરનું
ADVERTISEMENT
શાહીર શેખ આગામી ફિલ્મ ‘દો પત્તી’માં ક્રિતી સૅનન સાથે જોવા મળવાનો છે. આ ફિલ્મને શશાંક ચતુર્વેદી ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મને ક્રિતીએ તેના પ્રોડક્શન હાઉસ બ્લુ બટરફ્લાય ફિલ્મ્સ દ્વારા કો-પ્રોડ્યુસ પણ કરી છે. હાલમાં જ તેમણે મનાલીનું શેડ્યુલ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ફિલ્મની ટીમ સાથેના ફોટો ક્રિતીએ શૅર કર્યા હતા. હવે શાહીરે આ ફિલ્મમાં કામ કરવાની ખુશી વ્યક્ત કરી છે. ક્રિતી સૅનન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહીરે કૅપ્શન આપી હતી, ડ્રીમ ટીમ.
‘સ્ત્રી 2’માં ડાન્સ નંબર કરશે તમન્ના?
તમન્ના ભાટિયા ‘સ્ત્રી 2’માં ડાન્સ નંબર કરતી જોવા મળે એવી શક્યતા છે. ૨૦૧૮માં આવેલી હૉરર-કૉમેડી ‘સ્ત્રી’ની આ સીક્વલ છે. ‘સ્ત્રી 2’માં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ િત્રપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બૅનરજી પણ જોવા મળશે. ડાન્સ નંબરમાં આ બધાં તમન્ના સાથે ડાન્સ કરતાં જોવા મળશે. આ એક કૅચી ડાન્સ-નંબર રહેશે. આ ગીતનું શૂટિંગ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મના મેકર્સને ખાતરી છે કે તમન્ના માટે આ ગીત પર્ફેક્ટ છે. તમન્ના અને રાજકુમારની જોડી પહેલી વખત જોવા મળવાની છે. જોકે તમન્નાના આ ડાન્સ નંબર વિશે ન તો મેકર્સે ન તો ઍક્ટર્સે પુષ્ટિ આપી છે. હાલમાં તો શ્રદ્ધા ચંદેરીમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. અમર કૌશિક ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે.
‘શૈતાની રસ્મેં’ દ્વારા ટેલિવિઝન પર એન્ટ્રી કરશે શેફાલી જરીવાલા
‘કાંટા લગા’ મ્યુઝિક વિડિયોથી ફેમસ શેફાલી જરીવાલા હવે સિરિયલમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તે સ્ટાર ભારત પર આવનારો શો ‘શૈતાની રસ્મેં’માં જોવા મળશે. આ શોને લઈને તે પણ ઉત્સુક છે. આ શો સુપર-નૅચરલ થ્રિલર રહેશે. એ સિરિયલને લઈને શેફાલી જરીવાલાએ કહ્યું કે ‘હું અગાઉ ટેલિવિઝન પર રોલ સ્વીકારવા માટે ખૂબ વિચારમાં પડી જતી હતી. હું ટેલિવિઝનની સ્ટોરીલાઇન અને કન્સેપ્ટથી કનેક્ટ નહોતી થતી. જોકે જ્યારે મને ‘શૈતાની રસ્મેં’નો રોલ ઑફર કરવામાં આવ્યો તો હું જાણતી હતી કે મારે આ રોલ કરવો જ છે. મને એવું લાગ્યું કે ટેલિવિઝન માટે મારી પાસે આ યોગ્ય તક આવી છે, કારણ કે મને હટકે કન્સેપ્ટ ઑફર કરવામાં આવ્યો હતો. આ અનોખી સ્ટોરીએ મારી અંદરના કલાકારની ઝંખનાને જગાવી હતી. હું જેની રાહ જોતી હતી એ આ જ રોલ હતો.’
પાર્ટી તો બનતી હૈ કૉમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે થયેલો ઝઘડો જગજાહેર હતો, પરંતુ હવે બન્ને વચ્ચેના મતભેદ દૂર થઈ ગયા છે. બન્ને ટૂંક સમયમાં વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સના એક શોમાં દેખાવાના છે. એની જાહેરાત હાલમાં જ કરવામાં આવી છે. આ બન્નેની જોડી ફરી એક વખત લોકોને હસાવવા માટે આવી રહી છે. તેઓ સાથે આવતાi તેમના ફૅન્સ પણ ખુશ છે. એવામાં નેટફ્લિક્સે આયોજિત કરેલી પાર્ટીમાં આ બન્ને સાથે દેખાયા હતા. તેમનો ફોટો અર્ચના પૂરણસિંહે શૅર કર્યો હતો.

