આ બન્નેએ ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’માં સાથે કામ કર્યું હતું.

મનોજ બાજપાઈ
નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું છે કે જ્યાં સુધી ‘બૅન્ડિટ ક્વીન’માં મનોજ બાજપાઈને નહોતો જોયો ત્યાં સુધી તે તેને સિરિયસલી નહોતો લેતો. આ બન્નેએ ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’માં સાથે કામ કર્યું હતું. એ અગાઉ તેમણે એક પ્લેમાં સાથે કામ કર્યું હતું. મનોજ બાજપાઈ વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘મેં મનોજભાઈ સાથે એક પ્લેમાં કામ કર્યું હતું. એ વખતે તેઓ એટલા ફેમસ નહોતા. તેઓ થિયેટર સર્કલમાં ખૂબ ફેમસ હતા. મને એક પ્લેમાં કામ મળ્યું અને ત્યારે મને જાણ થઈ કે મનોજ બાજપાઈ એમાં લીડ રોલમાં છે. ત્યાર બાદ તેમને ‘બૅન્ડિટ ક્વીન’ મળી. ત્યારે મને જાણ થઈ કે કોણ છે મનોજ બાજપાઈ. પહેલાં તો તેમને હળવાશથી લેતા હતા. થિયેટર સર્કિટમાં તેઓ જાણીતા હતા અને ટૉપ ફાઇવ બેસ્ટ ઍક્ટરમાંના હતા. એ પ્લેમાં વિજય રાઝ tઅને હું ઝાડ બનીને સ્ટેજ પર અઢી કલાક સુધી ઊભા રહ્યા હતા. મનોજભાઈ એટલા તો મજાકિયા હતા. તેઓ એક પશુનો રોલ કરી રહ્યા હતા. સ્ટેજ પર જંગલ બનાવવામાં આવ્યું હતું, જેમાં પુરુષો ઝાડ બન્યા હતા. એથી એક પશુ હોવાથી તેઓ અમારી નજીક આવતા અને પોતાને અમારી સાથે ઘસતા હતા અને અમને ગલગલિયાં થતાં હતાં, પરંતુ અમે હસી નહોતા શકતા. આવા પ્રકારની મસ્તી તેઓ કરતા હતા.’