Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ IIMમાં અભ્યાસ કરવાનું બહુ મુશ્કેલ

અમદાવાદ IIMમાં અભ્યાસ કરવાનું બહુ મુશ્કેલ

Published : 28 October, 2025 09:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવ્યાએ કહ્યું હતું કે ‘અમારી પાસે શ્રેષ્ઠ પ્રોફેસર છે અને સિલેબસ પણ ખૂબ સારો છે. કૅમ્પસમાં મારા ઘણા મિત્રો છે. છેલ્લા એક વર્ષમાં મારી જેમની સાથે મિત્રતા થઈ છે`

નવ્યા નવેલી નંદા

નવ્યા નવેલી નંદા


અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા અમદાવાદની ખ્યાતનામ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM)માંથી બ્લેન્ડેડ પોસ્ટ ગ્રૅજ્યુએટ પ્રોગ્રામ હેઠળ માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્‍મિનિસ્ટ્રેશન (MBA)નો અભ્યાસ કરી રહી છે. નવ્યા સમયાંતરે તેના અભ્યાસના અનુભવો શૅર કરતી રહે છે. તાજેતરમાં અહીં ભણવાનો પોતાનો અનુભવ શૅર કરતાં નવ્યાએ કહ્યું હતું કે ‘MBA ખૂબ મુશ્કેલ છે. આ બે વર્ષનો ફુલટાઇમ કોર્સ છે. આમાં ક્લાસમાં હાજરી આપવી પડે છે અને ઑનલાઇન ક્લાસ પણ થાય છે. આ ખૂબ મુશ્કેલ છે, પરંતુ ૬ વર્ષના બ્રેક પછી અભ્યાસ તરફ પાછો જવાનો અનુભવ ખૂબ શાનદાર છે. હું હવે પરીક્ષા આપવા માટે મારી જાતને ઍડ્જસ્ટ કરી રહી છું.’

અમદાવાદમાં અભ્યાસ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં નવ્યાએ કહ્યું હતું કે ‘અમારી પાસે શ્રેષ્ઠ પ્રોફેસર છે અને સિલેબસ પણ ખૂબ સારો છે. કૅમ્પસમાં મારા ઘણા મિત્રો છે. છેલ્લા એક વર્ષમાં મારી જેમની સાથે મિત્રતા થઈ છે તેમની પાસેથી હું ઘણું શીખી છું, જે ક્લાસમાં શીખેલી વાતો કરતાં વધુ મહત્ત્વપૂર્ણ અને મજેદાર છે. તેઓ મારા જીવનના શ્રેષ્ઠ લોકોમાંના એક છે. પોતાના કામ પ્રત્યે સમર્પિત હોય એવા લોકો વચ્ચે રહેવાથી સારું લાગે છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2025 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK