Naseeruddin Shah on PM Narendra Modi: ફિલ્મોની સાથે અભિનેતા નસીરુદ્દીન શાહ તેમના બેફામ અને વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે.
પીએમ નરેન્દ્ર મોદી અને એક્ટર નસીરુદ્દીન શાહ (ફાઇલ તસવીર)
બૉલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહે તાજેતરમાં 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભરરતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી (Naseeruddin Shah on PM Narendra Modi) ત્રીજી વખત ભારતના વડા પ્રધાન બન્યા બાદ પોતાના વિચારો શેર કર્યા. વરિષ્ઠ અભિનેતાએ પીએમ મોદીના નેતૃત્વને “નિરાશાજનક, પરંતુ આશ્ચર્યજનક નહીં” ગણાવ્યું હતું, અને તેઓ મુસ્લિમ સમુદાય પ્રત્યે એકતા અને સમાવેશ દર્શાવવા માટે એક વખત મુસ્લિમ ટોપી પહેરે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. જો કે નસીરુદ્દીન શાહના આ નિવેદનથી દેશમાં કોઈ નવો રાજકીય કે ધાર્મિક વિવાદ નિર્માણ થવાની શક્યતા પણ અનેક લોકોએ વ્યકત કરી હતી.
ફિલ્મોની સાથે અભિનેતા નસીરુદ્દીન શાહ તેમના બેફામ અને વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે (Naseeruddin Shah on PM Narendra Modi) દેશમાં હાલમાં થયેલી 2024ની લોકસભાની ચૂંટણી અને તેના પરિણામ અંગે પોતાનો મત રજૂ કર્યો હતો.
ADVERTISEMENT
નસીરુદ્દીન શાહે ત્રીજી વખત દેશના વડા પ્રધાન તરીકે ચૂંટાયેલા નરેન્દ્ર મોદી વિશે વાત કરતાં કહ્યું કે, "મોદીનો સતત નેતૃત્વ નિરાશાજનક છે, પરંતુ આશ્ચર્યજનક નથી”. આ વાત તેમણે મુસ્લિમો પ્રત્યે ઊંડી બેઠેલી દુશ્મનાવટ તરીકે તરફ નિર્દેશ કરતાં જણાવી હતી. આગળ નસીરુદ્દીન શાહે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનો (Naseeruddin Shah on PM Narendra Modi) ઉલ્લેખ કરતાં, કહ્યું, "મુસ્લિમો પ્રત્યેની નફરત આંતરિક છે. હામિદ અન્સારીએ કહ્યું હતું કે દેશમાં મુસ્લિમો વચ્ચે એક પ્રકારનો ડર બેઠો છે. આ એક એવી બાબતે છે જે આપણે સાથે મળીને પાર પાડવાની છે, આ બાબત એવી નથી કે માત્ર એકલા એકલા હિન્દુઓ અથવા એકલા મુસ્લિમો પ્રાપ્ત કરી શકે છે."
નસીરુદ્દીન શાહે 2011ની એક ઘટનાને યાદ કરતાં કહ્યું, "મોદીને વિવિધ પ્રકારના હેડગિયર પહેરવા પસંદ છે, અને હું પણ તેમને એક દિવસ મુસ્લિમ ધાર્મિક ટોપી પહેરેલા જોવા માગું છું. માત્ર એક ટોપી પહેરવી જ એક ઈશારો બની હોય શકે છે. 2011માં એક કાર્યક્રમાં જ્યારે મસ્જિદના મૌલવીઓએ પીએમ મોદીને ટોપી પ્રસ્તુત કરી હતી ત્યારે તેમણે તે પહેરવાથી ઈનકાર કર્યો હતો, તે બાબત ભૂલવી મારી માટે મુશ્કેલ છે."
નસીરુદ્દીન શાહે આગળ કહ્યું, "પણ જો તેઓ હવે મુસ્લિમ ટોપી (Naseeruddin Shah on PM Narendra Modi) પહેરે છે, તો તે એક ઈશારો હશે કે હું તેમનાથી અલગ નથી. તેઓ અને હું અને બધા જ એક જ દેશના નાગરિકો છીએ. મને તમારા પ્રત્યે કોઈ અણગમો નથી. જો પીએમ મોદી દેશના મુસ્લિમોને આ બાબતે મનાવી શકે, તો મને લાગે છે કે તે બાબત દેશ માટે મોટી મદદરૂપ સાબિત થશે."
નસીરુદ્દીન શાહના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તેઓ આગામી ફિલ્મ ‘ફતેહ’માં જોવા મળવાના છે. આ ફિલ્મને સોનુ સૂદે (Naseeruddin Shah on PM Narendra Modi) ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ સાયબર ક્રાઈમના વાસ્તવિક જીવનના કિસ્સાઓનું વર્ણન કરે છે. આ સાથે ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ પણ છે અને તે આ વર્ષે થિયેટરોમાં રિલીઝ થવાની છે.


