Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા સસરાને મારા ધર્મથી તકલીફ હતી : સલીમ ખાન

મારા સસરાને મારા ધર્મથી તકલીફ હતી : સલીમ ખાન

06 February, 2023 04:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ બચ્ચને મારી સાથે ​સંબંધો નથી જાળવ્યા : સલીમ ખાન

અમિતાભ બચ્ચન અને સલીમ ખાન

અમિતાભ બચ્ચન અને સલીમ ખાન


સલીમ ખાને જણાવ્યું છે કે તેમની પહેલી વાઇફ સલમા ખાનના પિતાને તેમના ધર્મથી તકલીફ હતી. સલમાનું અસલી નામ સુશીલા હતું. તેઓ મહારાષ્ટ્રિયન હતાં. લગ્ન બાદ તેમણે સુશીલામાંથી નામ બદલીને સલમા રાખ્યું હતું. લગ્નજીવન દરમ્યાન તેમને સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને અલ્વિરા નામનાં બાળકો છે. તેઓ જ્યારે પહેલી વખત સુશીલાના પરિવારને મળવા ગયા હતા એ સમયને યાદ કરતાં સલીમ ખાને કહ્યું કે ‘હું જ્યારે પહેલી વખત તેમને મળવા ગયો ત્યારે મને એવું લાગ્યું કે આખા દેશના મહારાષ્ટ્રિયન અહીં ભેગા થઈ ગયા છે. ઘણાબધા લોકો હાજર હતા. એ દિવસે હું જેટલો નર્વસ હતો એટલો નર્વસ હું કદી પણ નહોતો થયો. દરેક જણ મને જોવા માટે આવ્યા હતા. ઝૂમાં નવું પ્રાણી આવ્યું હોય એવો મને એહસાસ થયો હતો. ઘણાબધા લોકો મારા પક્ષમાં હતા. મારા સસરાએ મને કહ્યું કે ‘અમે તમારા વિશે ઇન્ક્વાયરી કરી છે. તમે શિક્ષિત અને સારા પરિવારના છો. વર્તમાનમાં સારા છોકરા મળતા નથી, પરંતુ તમારો ધર્મ સ્વીકાર્ય નથી.’ 

આ પણ વાંચો : ‘રાધે’ કોઈ ગ્રેટ ફિલ્મ નથી : સલીમ ખાન



તો મેં તેમને કહ્યું કે મારા અને તમારી દીકરી વચ્ચે ૧૭૬૦ પ્રૉબ્લેમ્સ આવશે પરંતુ ક્યારેય પણ ધર્મને લઈને કોઈ વિવાદ નહીં થાય. એ વખતે લાગ્યું કે ૧૭૬૦ કાંઈક વધારે બોલાઈ ગયું, પરંતુ અમારી વચ્ચે સમસ્યા તો એનાથી પણ વધારે હતી. અમારી વચ્ચે ધર્મને લઈને કદી પણ ઝઘડો નથી થયો.’ 

સલીમ ખાનનું કહેવું છે કે અમિતાભ બચ્ચને તેમની સાથે ​સંબંધો જાળવી નથી રાખ્યા. તેમનું માનવું છે કે જો તમે મોટા સ્ટાર બની જાઓ તો સંબંધો જાળવવા એ તેમની જવાબદારી બની જાય છે. તેમણે ‘ઝંજીર’ની સ્ટોરી લખી હતી. એમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને લીડ રોલ ભજવ્યા હતા. જોકે હવે અમિતાભ બચ્ચન અને સલીમ ખાન વચ્ચે સંબંધો નથી રહ્યા. એ વિશે વિસ્તારમાં જણાવતાં સલીમ ખાને કહ્યું કે ‘રિલેશન જાળવી રાખવાની જે જવાબદારી હતી એ તેમના પર હતી. તમે જ્યારે મોટા સ્ટાર બની જાઓ તો તમારી ફરજ બને છે સંબંધોને નિભાવવાની. જોકે અમુક કારણોસર તેમણે એ જવાબદારી નથી ભજવી.’


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2023 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK