તે દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના સંબંધોની ચર્ચાઓ સામાન્ય થઈ ગઈ હતી.

સલીમ ખાન અને હેલન
બૉલિવૂડના જાણીના ફિલ્મ નિર્માતા, સ્ક્રીનરાઈટર અને અભિનેતા સલીમ ખાન (Salim Khan Birthday)આજે 87 વર્ષના થયા છે. આજના દિવસે વર્ષ 1935માં ઈન્દોરમાં જન્મેલા સલીમ ખાને પોતાના કરિયરની શરૂઆતમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો લખી છે. સલીમ ખાન દ્વારા લખાયેલી ફિલ્મો જે રીતે લાઈમલાઈટમાં રહી એ જ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાન્સર હેલનની લવ લાઈફને પણ ઘણી ખ્યાતિ મળી. ચાલો આજે જાણીએ સલમાન ખાનના પિતા અને સાવકી માતા હેલનની લવ લાઈફ વિશે.
બીજા વિશ્વયુદ્ધની દુર્ઘટના બાદ હેલન (Helen) ભારત આવ્યા હતાં. અહીં આવ્યા બાદ તેણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેને સતત ફિલ્મો મળી રહી ન હતી અને આ દરમિયાન હેલન પ્રખ્યાત ફિલ્મ લેખક સલીમ ખાન (Salim Khan)ને મળ્યા. આ પછી બંને મિત્રો બન્યા અને આ મિત્રતાનું પરિણામ એ આવ્યું કે હેલનને બોલિવૂડમાં સતત કામ મળવા લાગ્યું. ત્યારથી બંને ખૂબ જ નજીક આવ્યા અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાવા લાગી. તે દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના સંબંધોની ચર્ચાઓ સામાન્ય થઈ ગઈ હતી.
સલીમ ખાન અને હેલન વચ્ચેના સંબંધો ખૂબ જ પ્રોફેશનલ હતા, પરંતુ જ્યારે તેમના પ્રેમના સમાચાર બોલિવૂડના કોરિડોરમાં ઉડવા લાગ્યા ત્યારે સલીમ ખાને નક્કી કર્યું કે તે તેની મિત્રને જાહેરમાં એકલી નહીં છોડે, તે તેનો સાથ આપશે. બાદમાં 1981માં સલીમ ખાને પરિવારના વિરોધ છતાં હેલન સાથે બીજી વાર લગ્ન કર્યા. જો કે તે દરમિયાન સલીમ પહેલેથી જ પરિણીત હતા અને ચાર બાળકોના પિતા પણ હતા.
સલિમ ખાનના જન્મદિવસ પર બૉલિવૂડની અનેક હસ્તીઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.