Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘મારા ડૅડી તેમના સમર્પણને કારણે સૌનું કામ સરળ બનાવી દે છે’ : આર્યન ખાન

‘મારા ડૅડી તેમના સમર્પણને કારણે સૌનું કામ સરળ બનાવી દે છે’ : આર્યન ખાન

02 May, 2023 03:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં જ આર્યને તેના પાપાને એક ઍડ ફિલ્મ માટે ડિરેક્ટ કર્યા છે

શાહરુખ ખાન

શાહરુખ ખાન


આર્યન ખાનનું માનવું છે કે તેના ડૅડી શાહરુખ ખાન તેના સમર્પણને કારણે સેટ પર સૌનું કામ સરળ બનાવી દે છે. હાલમાં જ આર્યને તેના પાપાને એક ઍડ ફિલ્મ માટે ડિરેક્ટ કર્યા છે. આર્યને ડૅડી શાહરુખનાં અતિશય વખાણ કર્યાં છે. એ વિશે આર્યને કહ્યું કે ‘મારા ડૅડી સાથે કામ કરવું ક્યારેય ચૅલેન્જિંગ નથી રહ્યું, કારણ કે તેમનો અનુભવ અને કામ પ્રત્યેની નિષ્ઠા સેટ પર દરેકનું કામ સહેલું કરી દે છે. સાથે જ તેઓ ક્રૂને સહજતાનો અનુભવ કરાવે છે અને દરેકને ખૂબ માન પણ આપે છે. તેઓ જ્યારે પણ સેટ પર હોય તો હું એ વાતની ખાતરી રાખું છું કે દરેક વસ્તુ પર વિશેષ ધ્યાન આપું, જેથી હું કોઈ પણ વસ્તુ શીખવામાં રહી ન જાઉં.’

તેને પૂછવામાં આવ્યું હતું કે શું સેટ પર શાહરુખ તેનાં ઇનપુટ આપે છે? એનો જવાબ આપતાં આર્યને કહ્યું કે ‘હા, તેઓ ચોક્કસ આપે છે. પ્રોજેક્ટમાં જોડાયેલા દરેક કોઈને કોઈ પ્રકારે પોતાનું ઇનપુટ આપે છે. સાથે જ તેમની કહેલી વાત સાંભળવી પણ જરૂરી છે કારણ કે ફિલ્મમેકિંગ એ સહિયારો પ્રયાસ છે. જો મારા ડૅડીનાં ઇનપુટ મારા કરતાં અલગ હોય અને જો બન્નેનાં ઇનપુટ યોગ્ય જણાતાં હોય તો બન્ને રીતે શૂટ કરીએ છીએ, પરંતુ આ વાત અમારા પ્રોડ્યુસરને ન કહેતા.’


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2023 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK