Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Jawan:હાઈકૉર્ટે સોશિયલ મીડિયા પરથી SRKની ફિલ્મની લીક ક્લિપ ખસેડવાનો આપ્યો આદેશ

Jawan:હાઈકૉર્ટે સોશિયલ મીડિયા પરથી SRKની ફિલ્મની લીક ક્લિપ ખસેડવાનો આપ્યો આદેશ

26 April, 2023 08:05 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશિયલ મીડિયા પર જવાન ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક વીડિયો વાયરલ થયા, જેને લઈને દાવો કરવામાં આવ્યો કે આમાં અભિનેતાના લૂક અને એક્શન સીન્સની ઝલક બતાવવામાં આવી છે. હવે આ મામલે દિલ્હી હાઈ કૉર્ટે એક્શન લીધી છે.

શાહરુખ ખાન (ફાઈલ તસવીર)

શાહરુખ ખાન (ફાઈલ તસવીર)


બૉલિવૂડ (Bollywood) બાદશાહ શાહરુખ ખાન (Shah Rukh Khan) `પઠાણ`ની સફળતા બાદ પડદા પર હવે `જવાન` દ્વારા કમબૅક કરવા જઈ રહ્યો છે. ચાહકો વચ્ચે `જવાન`નો ક્રેઝ ખૂબ જ વધતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક વીડિયો વાયરલ થયા, જેને લઈને દાવો કરવામાં આવ્યો કે આમાં અભિનેતાના લૂક અને એક્શન સીન્સની ઝલક બતાવવામાં આવી છે. હવે આ મામલે દિલ્હી હાઈ કૉર્ટે એક્શન લીધી છે.

શું છે આખી ઘટના
હકિકતે, શાહરુખ ખાન અને ગૌરી ખાનના પ્રૉડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડે દિલ્હી હાઈ કૉર્ટમાં એક કેસ દાખલ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની આગામી ફિલ્મ `જવાન`ની બે ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર લીક થઈ ગઈ છે. પહેલી ક્લિપમાં કિંગ ખાન સાથે એક ફાઈટ સીક્વેન્સ બતાવવામાં આવી હતી, જ્યારે બીજા વીડિયોમાં તે અને નયનતારા બન્ને એક ડાન્સ સીક્વેન્સમાં જોવા મળ્યા.



કૉર્ટનો આદેશ
દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ સી હરિશંકરે મંગળવારે, 25 એપ્રિલના રોજ એક આદેશ જાહેર કર્યો, જેમાં યૂટ્યૂબ, ગૂગલ, ટ્વિટર અને રેડિટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મને `જવાન`ની લીક થયેલી ક્લિપને ખસેડવાનો આદેશ આપવામાં આવ્યો અને સાથે જ તેને ઈન્ટરનેટ પર શૅર ન કરાવની સલાહ પણ આપી. જસ્ટિસ સી હરિ શંકરે અનેક ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ આપ્યો છે તે તેના એક્સેસ પર બૅન લગાડી દેવામાં આવે, જેમાં ફિલ્મ સાથે જોડાયેલું કોન્ટેન્ટ હોય.


ફિલ્મની કમાણીને થશે નુકસાન
દિલ્હી હાઈકૉર્ટે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મને ફિલ્મ `જવાન`ના કૉપીરાઈટના ઉલ્લંઘન ન કરવાનો પણ આદેશ આપ્યો. કૉર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મના કૉપીરાઈટ સાથે સંબંધિત વીડિયો ક્લિપ અને ફોટોઝને વાયરલ કરવા ફરિયાદકર્તાના અધિકારોનું ઉલ્લંઘન છે, જે તેમને નુકસાન પહોંચાડે છે. આ વાયરલ વીડિયોઝ અને ફોટોઝ ફિલ્મના વ્યવસાય પર પણ અસર પાડી શકે છે.

આ પણ વાંચો : Video Viral : `જવાન` બાદ Dunkiનાં શૂટ માટે કાશ્મીર પહોંચ્યા કિંગ ખાન


આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
વાત કરીએ ફિલ્મની તો શાહરુખ ખાનની `જવાન` આ વર્ષની મોસ્ટ અવેઈટેડ હિન્દી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ દ્વારા એટલી હિન્દી સિનેમામાં પોતાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં શાહરુખ સાથે નયનતારા સ્ક્રીન શૅર કરતી જોવા મળશે. સાથે જ વિજય સેતુપતિ, યોગીરાજ, સુનીલ ગ્રોવર અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો માહિતી એ પણ છે કે અલ્લૂ અર્જુન અને સંજય દત્તનો આ ફિલ્મમાં કેમિયો રોલ જોવા મળશે. આ ફિલ્મ બે જૂન 2023ના રોજ રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2023 08:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK