એક આદર્શ, સંયમી અને ત્યાગી પાત્રને ભજવવા માટે ફક્ત સારો અભિનય પૂરતો નથી, એ વ્યક્તિત્વને જીવવું પડે
રણબીર કપૂર
નીતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂરને ભગવાન રામના રોલમાં જોવા માટે ફૅન્સ આતુર છે. આ ફિલ્મનો પ્રથમ ભાગ ૨૦૨૬ની દિવાળીમાં રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ ૨૦૨૭માં આવશે. જોકે ભગવાન રામના રોલમાં રણબીરની પસંદગી વિશે મુકેશ ખન્નાએ એક ઇન્ટરવ્યુમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે ‘મને શંકા છે કે રણબીર કપૂર ભગવાન રામનો રોલ સારી રીતે કરી શકશે કે નહીં. રામ કોઈ સામાન્ય યોદ્ધા નહોતા, તેઓ મર્યાદાપુરુષોત્તમ હતા. તેઓ ત્યાગ, સંયમ અને નમ્રતાનું ઉદાહરણ છે. રણબીર એક ઉત્તમ ઍક્ટર છે, પરંતુ ફિલ્મ ‘ઍનિમલ’ની ઇમેજ હજી પણ તેની સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં દર્શકો તેને ભગવાન રામની ભૂમિકામાં સ્વીકારશે કે નહીં એ એક મોટો સવાલ છે. મારો રણબીર કપૂર સામે કોઈ વ્યક્તિગત વિરોધ નથી, પરંતુ એક આદર્શ, સંયમી અને ત્યાગી પાત્રને ભજવવા માટે ફક્ત સારો અભિનય પૂરતો નથી, એ વ્યક્તિત્વને જીવવું પડે.’


