Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

મૂવી જંક્શન

Published : 04 September, 2026 01:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘મિર્ઝાપુર : ધ મૂવી’માં પાવર-સ્ટ્રગલ અને ગુડ્ડુ-મુન્નાની દુશ્મની વધુ ઉગ્ર બનશે, જ્યારે ‘જીવન યા ભીમા કૉન?’માં અર્શદ વારસી ડબલ રોલમાં ક્રાઇમ-કૉમેડીનો નવો અંદાજ રજૂ કરશે.

મૂવી જંક્શન

મૂવી જંક્શન


મિર્ઝાપુર : ધ મૂવી

‘મિર્ઝાપુર : ધ મૂવી’ વર્ષ ૨૦૧૮માં આવેલી વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’ની પ્રથમ સીઝનની ટાઇમ-લાઇન પર આધારિત એક પ્રીક્વલ ફિલ્મ છે. આ ફિલ્મ પહેલી સીઝનના એપિસોડ ૬ અને એપિસોડ ૭ વચ્ચેની એવી વાર્તા દર્શાવે છે જે અત્યાર સુધી સિરીઝમાં બતાવવામાં આવી નથી. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં મિર્ઝાપુરની ગાદી મેળવવા માટેની પાવર-સ્ટ્રગલ છે.
આ ફિલ્મમાં ગુડ્ડુ પંડિતની ભૂમિકા ભજવતા અલી ફઝલ અને મુન્ના ત્રિપાઠીની ભૂમિકા ભજવતા દિવ્યેન્દુ શર્મા વચ્ચેની કટ્ટર દુશ્મની વધુ ઉગ્ર સ્વરૂપમાં જોવા મળશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા, જિતેન્દ્ર કુમાર, રવિ કિશન, રસિકા દુગલ અને શ્વેતા ત્રિપાઠી મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.



જીવન યા ભીમા કૉન?


અર્શદ વારસીને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મ પહેલાં ‘જીવન ભીમા યોજના’ નામથી રિલીઝ થવાની હતી, પણ છેલ્લી ઘડીએ એનું નામ બદલીને ‘જીવન યા ભીમા કૉન?’ કરવામાં આવ્યું છે. આ એક ક્રાઈમ-કૉમેડી અને થ્રિલર ફિલ્મ છે.
આ ફિલ્મમાં અર્શદ કરીઅરમાં પહેલી વખત જીવન અને ભીમાનો ડબલ રોલ કરી રહ્યો છે. વાર્તા એક એવા મધ્યમવર્ગીય કપલની છે જે દેવામાં ડૂબી ગયું છે. દેવામાંથી મુક્તિ મેળવવા માટે તેઓ એક મોટું ઇન્શ્યૉરન્સ કૌભાંડ પ્લાન કરે છે, જેમાં પતિ જેવી જ દેખાતી બીજી વ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડબલ રોલના કારણે વાર્તામાં ભારે કન્ફ્યુઝન અને કૉમેડી સર્જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK