Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માટુંગાની SNDT કૉલેજમાં વિદ્યાર્થિનીઓને કરાટે શીખવતા ઇન્સ્ટ્રક્ટર સામે રેપની ફરિયાદ

માટુંગાની SNDT કૉલેજમાં વિદ્યાર્થિનીઓને કરાટે શીખવતા ઇન્સ્ટ્રક્ટર સામે રેપની ફરિયાદ

Published : 04 September, 2026 08:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૭ વર્ષના સંબંધો બાદ લગ્નની ના પાડતાં કૉલેજમાં કામ કરતી નર્સે જ ફરિયાદ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફક્ત ગર્લ્સ માટેની માટુંગાની SNDT કૉલેજમાં યુવતીઓ સેલ્ફ-ડિફેન્સના પાઠ ભણી પોતાની રક્ષા કરી શકે એ માટે તેમને કરાટે શિખવાડવાની ગોઠવણ કરાઈ હતી. જોકે હવે કૉલેજની ગર્લ્સ સ્ટુડન્ટ્સને કરાટે શિખવાડનાર કરાટે ઇન્સ્ટ્રકટર મહેશ નવલે સામે કૉલેજમાં જૉબ કરતી ૪૬ વર્ષની નર્સે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

બળાત્કારના સંદર્ભે કુર્લા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. કુર્લા પોલીસે મહેશ નવલેની બુધવારે રાતે ધરપકડ કરી હતી. આ બાબતે વધુ માહિતી આપતાં કુર્લા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિલાસ રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મહેશ નવલે ૪૪ વર્ષનો છે અને કૉલેજમાં કામ કરનારી નર્સ ૪૬ વર્ષની છે. છેલ્લાં ૧૭ વર્ષથી મહેશ અને એ પીડિત નર્સ વચ્ચે સંબંધ હતા. મહેશ તેની સાથે લગ્ન કરવાનું કહેતો હતો પણ તે લગ્ન કરતો નહોતો. એથી આખરે નર્સે તેની સામે કુર્લા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમે આરોપી મહેશ નવલે સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK