Rakhi and Gulzar: આ તસવીરમાં ચટણી, સમોસા, ઢોકળા અને મરચાંની થાળી એકદમ સ્વાદિષ્ટ લાગી રહી હતી.
મેઘના ગુલઝારે શૅર કરેલી તસવીર (સૌજન્ય : ઇનસ્ટાગ્રામ)
મુંબઈ અને આસપાસના ઉપનગરોના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડતાં, પાણી ભરાઈ જવા જેવી સમસ્યા નિર્માણ થઈ હતી. રીમઝીમ વરસાદની આ મૌસમનો આનંદ દરેક લોકો માણી રહે છે. હાલમાં ફિલ્મ મેકર મેઘના ગુલઝારે (Rakhi and Gulzar) તેની માતા અને પીઢ અભિનેત્રી રાખી અને પિતા ગુલઝાર સાથે, ચા અને સમોસા પાર્ટી કરવાનો ફોટો ઇનસ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. જેથી ગુલઝાર પરિવાર પણ મુંબઈના મોનસૂનને એન્જોય કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.
મેઘના ગુલઝારે તેના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પરિવાર સાથે ચા અને સમોસા પાર્ટી કરવાની તસવીર શૅર કરીને લખ્યું, “સમોસે, ચાય ઔર બારિશ…આનંદ!” ફિલ્મ ‘રાઝી’ની ડિરેક્ટર દ્વારા ક્લિક (Rakhi and Gulzar) કરવામાં આવેલી આ તસવીરમાં તેની મમ્મી રાખી પીળો કુર્તો પહેરીને મેઘનાના દીકરાને કંઈક ખવડાવતા જોવા મળી રહ્યા છે. સાથે ફિલ્મ મેકર મેઘનાનો પતિ અને તેના પિતા ગુલઝાર તેમના નિયમિત સફેદ આઉટફિટમાં દેખાઈ રહ્યા છે. આ તસવીરમાં ચટણી, સમોસા, ઢોકળા અને મરચાંની થાળી એકદમ સ્વાદિષ્ટ લાગી રહી હતી.
ADVERTISEMENT
સંપૂર્ણન સિંહ કાલરા જેને ગુલઝાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે હિન્દી સિનેમામાં અનેક (Rakhi and Gulzar) યાદગાર અને આઇકોનિક ગીતો લખ્યા છે. ગુલઝારે બલરાજ સાહ સ્ટારર ફિલ્મ `કાબુલીવાલા`થી ગીતકાર તરીકેની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે અસંખ્ય ફિલ્મોમાં ગીતો અને સ્ક્રિપ્ટો લખી છે, અને `માચીસ`, `આંધી`, `મૌસમ`, `ખુશ્બૂ`, `પરિચય` અને `કોશિશ` સહિત અનેક વખાણાયેલી ફીચર ફિલ્મોને ડિરેક્ટ પણ કરી છે. સુપ્રસિદ્ધ ગીતકાર અને કવિને આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાખી વિશે વાત કરીએ તો, તે આગામી બંગાળી ફિલ્મ `આમર બોસ`માં જોવા મળવાના છે. આ ફિલ્મ જૂનમાં રિલીઝ થવાની હતી, જો કે હવે તે ડિસેમ્બર 2024માં રિલીઝ થશે એવી શક્યતા છે. આ ફિલ્મ 21 વર્ષ પછી રાખીનું મોટા પડદા પર કમબૅક હશે.
View this post on Instagram
મેઘનાએ છેલ્લે ‘સામ બહાદુર’ જે ડિસેમ્બર 2023 માં આવી હતી તેને ડિરેક્ટ (Rakhi and Gulzar) કરી હતી. વિકી કૌશલે આ બાયોપિકમાં સેમ માણેકશૉની ભૂમિકા ભજવી હતી. માણેકશૉ, જેને પ્રેમથી `સામ બહાદુર` કહેવામાં આવે છે, તેમણે 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતીય સેનાને જીત અપાવી હતી, જેના પરિણામે બાંગ્લાદેશનું આઝાદ થયું હતું. માણેકશાનો જન્મ 3 એપ્રિલ, 1914ના રોજ અમૃતસરમાં થયો હતો અને 27 જૂન, 2008ના રોજ 94 વર્ષની વયે તમિલનાડુના વેલિંગ્ટનમાં મિલિટરી હૉસ્પિટલમાં ન્યુમોનિયાથી તેમનું અવસાન થયું હતું. સેનામાં તેમની કારકિર્દી ચાર દાયકાથી વધુ લાંબી હતી. ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર તેઓ પ્રથમ ભારતીય સૈન્ય અધિકારી હતા.
`રાઝી` પછી મેઘના ગુલઝાર સાથે વિકીનો (Rakhi and Gulzar) `સામ બહાદુર`માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં વિકીના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

