માનુષીએ અક્ષય સાથેની ‘પૃથ્વીરાજ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી
માનુષી છિલ્લર
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’માં હવે માનુષી છિલ્લર પણ જોવા મળશે. માનુષીએ અક્ષય સાથેની ‘પૃથ્વીરાજ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. તેઓ હવે ફરી બીજી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને ઈદ પર રિલીઝ કરવામાં આવશે અને એનું ટીઝર ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થશે અને હૃતિક રોશનની ‘ફાઇટર’ દરમ્યાન પણ એને દેખાડવામાં આવશે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા અને આલિયા એફ પણ જોવા મળશે. હવે તેમની સાથે વધુ એક હિરોઇનનો સમાવેશ થયો છે અને એમાં માનુષીનો સમાવેશ છે.


