બિહાર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના લોકોને ‘ભૈયા’ ન કહેવા વિશે લોકોને વિનંતી કરીને મનોજ બાજપાઈએ કહ્યું...
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈએ લોકોને વિનંતી કરી છે કે બિહારના લોકોનો પણ રિસ્પેક્ટ કરવામાં આવે. બૉલીવુડમાં જે-તે રાજ્યના લોકોને લઈને એક ઇમેજ બાંધી દેવામાં આવી છે. ગુજરાતીઓને ભોજન પાછળ પાગલ, પંજાબીઓને અતરંગી કપડાંમાં દેખાડવામાં આવે છે. તેમ જ બિહાર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના લોકોને પણ એક ચોક્કસ ઇમેજમાં દેખાડવામાં આવે છે અને તેમને ‘ભૈયા’ કહીને પણ બોલાવવામાં આવે છે. પોતે બિહારનો હોવાથી ત્યાંના લોકોને સપોર્ટ કરતાં મનોજ બાજપાઈ કહે છે, ‘કોઈ પણ વ્યક્તિના બૅકગ્રાઉન્ડ અથવા તો તે ક્યાંથી આવે છે એના આધારે તેના વિશે નેગેટિવ કમેન્ટ કરવામાં આવે તો એ બોલનાર વ્યક્તિમાં પ્રૉબ્લેમ છે. કોઈ પણ સમજદાર વ્યક્તિ જાતિ, ધર્મ અથવા તો કયા રાજ્યમાંથી આવે છે એના પર કમેન્ટ નહીં કરે. મઝાક મત ઉડાઓ, ઇઝ્ઝત દો. આદર દો. ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢના લોકોને મજાકમાં ‘ભૈયા’ કહેવામાં આવે છે, જે ખરેખર ખોટું છે.’

