Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિર્ફ એક ‘બંદા’ કાફી હૈ

સિર્ફ એક ‘બંદા’ કાફી હૈ

08 December, 2022 02:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તે વકીલના રોલમાં દેખાવાનો છે

સિર્ફ એક ‘બંદા’ કાફી હૈ

સિર્ફ એક ‘બંદા’ કાફી હૈ


મનોજ બાજપાઈ તેની આગામી ફિલ્મ ‘બંદા’ના પોસ્ટરમાં ગંભીર દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં તે વકીલના રોલમાં દેખાવાનો છે, જે ન્યાય અને સત્યને સાથ આપે છે. હાલમાં જ આ કોર્ટરૂમ ડ્રામાનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. ​આ ફિલ્મને અપૂર્વ સિંહ કર્કીએ ડિરેક્ટ કરી છે. એ ફિલ્મનો પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનોજ બાજપાઈએ કૅપ્શન આપી હતી, ‘એક ‘બંદા’ હૈ જો સચ કે લિએ લડતા હૈ. આ સ્ટોરી એક વકીલની છે જે સત્ય અને ન્યાય માટે તમામ પડકારોને મહાત આપે છે. અહીં ‘બંદા’ દ્વારા એક એવા વ્યક્તિની સ્ટોરી લઈને આવ્યા છીએ જે કદી પણ પાછીપાની નથી કરતો. આ રોલ ભજવીને હું સન્માન અનુભવી રહ્યો છું.’

શહીદ કર્નલ સંતોષબાબુનાં બાળકો સાથે સેલ્ફી લીધો રામચરણે




રામચરણે ગલવાનમાં શહીદ થયેલા કર્નલ સંતોષબાબુનાં બાળકો સાથે સેલ્ફી લીધો હતો. ૨૦૨૦માં તેઓ ચીનની સેના સાથે થયેલી અથડામણમાં શહીદ થયા હતા. એ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એને જોઈને લોકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. લોકો રામચરણને ‘ટ્રૂ લેજન્ડ અને જેન્ટલમૅન’ કહી રહ્યા છે. તેની ‘RRR’ લોકોને ખૂબ પસંદ પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2022 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK