૪૯ વર્ષની મલ્લિકા શેરાવતે હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાની ફિટનેસ દેખાડીને લખ્યું કે ‘કોઈ નસીબ નહીં, કોઈ શૉર્ટકટ નહીં. મેં આ શરીર રોજ આકરી મહેનત કરીને બનાવ્યું છે, જ્યારે મન નહોતું ત્યારે પણ મેં પ્રયાસ કર્યો છે.
૪૯ વર્ષની મલ્લિકા શેરાવતે સોશ્યલ મીડિયા પર બતાવી પોતાની ફિટનેસ
૪૯ વર્ષની મલ્લિકા શેરાવતે હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાની ફિટનેસ દેખાડીને લખ્યું કે ‘કોઈ નસીબ નહીં, કોઈ શૉર્ટકટ નહીં. મેં આ શરીર રોજ આકરી મહેનત કરીને બનાવ્યું છે, જ્યારે મન નહોતું ત્યારે પણ મેં પ્રયાસ કર્યો છે. તમે ક્યારેય પણ તમારી સફર શરૂ કરી શકો છો. શરીર એ ક્ષણે બદલાવા લાગે છે જ્યારે મન એના માટે પ્રતિબદ્ધ થાય છે.’
મલ્લિકા આ તસવીરોમાં વર્કઆઉટ ગિઅર પહેરીને ડમ્બેલ્સ તથા પાવર રેક્સ વચ્ચે આત્મવિશ્વાસથી પોઝ આપતી જોવા મળે છે. મલ્લિકાની આ પોસ્ટમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઉંમર વધતાં ફિટનેસ મુશ્કેલ બની જાય છે ત્યારે દરરોજ સતત પ્રયત્ન કરવાથી ઇચ્છિત પરિણામ મેળવી શકાય છે.
