ગઈ કાલે એટલે કે 4 જૂને પીઢ અભિનેત્રી સુલોચના (Sulochna Latkar)એ પણ દુનિયાને અલવિદા કહી દીધું. હવે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ અભિનેતા કોલ્લમ સુધિ (Kollam Sudhi Death)ની કારને અકસ્માત નડ્યો અને અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો
કોલ્લમ સુધિ
એવું લાગે છે કે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી પર કોઈની ખરાબ નજર પડી ગઈ છે. તાજેતરમાં, આદિત્ય સિંહ રાજપૂત (Aditya Singh Rajput)થી લઈને વૈભવી ઉપાધ્યાય(Vaibhvai Upadhyay)સહિત ઘણા સ્ટાર્સના જુદા જુદા કારણોસર મૃત્યુએ બધાને ચોંકાવી દીધા હતા. ગઈ કાલે એટલે કે 4 જૂને પીઢ અભિનેત્રી સુલોચના (Sulochna Latkar)એ પણ દુનિયાને અલવિદા કહી દીધું. હવે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ અભિનેતા કોલ્લમ સુધિ (Kollam Sudhi Death)ની કારને અકસ્માત નડ્યો અને અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો. આ અકસ્માતમાં અન્ય ત્રણ કલાકારો પણ ઘાયલ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 37 વર્ષીય કોલ્લમ સુધિ (Kollam Sudhi)ની કાર સોમવારે સવારે 4:30 વાગ્યે થ્રિસુરના કપમંગલમમાં અકસ્માતનો ભોગ બની હતી. મીડિયા અહેવાલો સૂચવે છે કે કોલ્લમ સુધિ વાટાકરામાં એક કાર્યક્રમ પછી ઘરે પરત ફરી રહ્યા હતા અને તેની સાથે કોમેડિયન બિનુ અદિમાલી, ઉલ્લાસ અને મહેશ પણ હતા.
ADVERTISEMENT
અહેવાલ મુજબ, કોલ્લમ સુધિ (Kollam Sudhi)ની કાર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા કેરિયર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કોલ્લમ સુધિને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને થિસુરના કોડુંગલુર ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે દમ તોડી દીધો હતો. બીજી તરફ બીનુ અદિમાલી, ઉલ્લાસ અને મહેશ પણ અકસ્માતમાં ઘાયલ થયા છે અને તેઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો: દિગ્ગજ અભિનેત્રી અને અમિતાભ, ધર્મેન્દ્રની ઑન-સ્ક્રીન માતા સુલોચના લાટકરનું નિધન
કોલ્લમ સુધિ(Kollam Sudhi FIlm)એ 2015માં રિલીઝ થયેલી `કંથારી` સાથે ઓનસ્ક્રીન ડેબ્યૂ કર્યું હતું. તે `કટપ્પનયાલે ઋત્વિક રોશન`, `કુટ્ટનાદન મરપ્પા`, `થિટા રપ્પાઈ`, `વકાથિરિવુ`, `એન ઈન્ટરનેશનલ લોકલ સ્ટોરી`, `એસ્કેપ`, `કેસુ ઇ વેદિન્તે નાધાન` અને `સ્વર્ગથિલે કટ્ટુરુમ્બુ` જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

