માધુરી દીક્ષિતે હાલમાં એક ઇન્ટરવ્યુમાં રાજકારણમાં તેની એન્ટ્રી વિશે ચાલી રહેલી તમામ અટકળો પર આખરે પૂર્ણવિરામ મૂકી દેતાં કહ્યું હતું કે તે પોતાની જાતને રાજકારણની દુનિયામાં જોઈ શકતી નથી.
માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિતે હાલમાં એક ઇન્ટરવ્યુમાં રાજકારણમાં તેની એન્ટ્રી વિશે ચાલી રહેલી તમામ અટકળો પર આખરે પૂર્ણવિરામ મૂકી દેતાં કહ્યું હતું કે તે પોતાની જાતને રાજકારણની દુનિયામાં જોઈ શકતી નથી. ગયા વર્ષે એવી ચર્ચા ચાલી હતી કે માધુરી લોકસભાની ચૂંટણી લડવાની છે પણ તેણે હવે એ વાતનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે.
માધુરીએ આ મામલે વાત કરતાં જણાવ્યું હતું કે ‘મને નથી લાગતું કે હું રાજકારણ માટે બની છું. હું એક કલાકાર તરીકે લોકો સાથે વાતચીત કરી શકું, જાગૃતિ ફેલાવી શકું, મારા વિચારો શૅર કરી શકું કે લોકોને મદદ કરી શકું. હું આ રીતે જ મારી જાતને જોઈ શકું છું. રાજકારણમાં જવાનું સપનું મેં ક્યારેય જોયું નહોતું અને હું મારી જાતને ત્યાં જોઈ પણ શકતી નથી. મને લાગે છે કે એક કલાકાર તરીકે હું જે અસર ઊભી કરી શકું છું એ રાજકીય પ્લૅટફૉર્મ કરતાં વધુ અર્થપૂર્ણ લાગે છે.’


