એક્ટરના આ નિવેદનથી દુઃખી મુંબઈના મરાઠા મંદિર અને ગેયટી ગેલેક્સી થિયેટરના માલિક મનોજ દેસાઈએ વિજયને `ઘમંડી` કહ્યો હતો. તો, હવે તેણે પોતાના નિવેદન માટે વિજયની માફી માગી છે અને તેને સારો છોકરો જણાવ્યો છે."
વિજય દેવરકોંડા
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સક્સેસફુલ સ્ટાર વિજય દેવરકોંડા પોતાની તાજેતરની રિલીઝ ફિલ્મ લાઈગરને લઈને ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝ પહેલા એક્ટરે બૉયકૉટ ટ્રેન્ડ પર નિવેદન આપ્યું હતું અને લાઈગરને લઈને કહ્યું હતું, "કોણ રોકશે જોઈ લેશું, જેના પછી તેને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. એક્ટરના આ નિવેદનથી દુઃખી મુંબઈના મરાઠા મંદિર અને ગેયટી ગેલેક્સી થિયેટરના માલિક મનોજ દેસાઈએ વિજયને `ઘમંડી` કહ્યો હતો. તો, હવે તેણે પોતાના નિવેદન માટે વિજયની માફી માગી છે અને તેને સારો છોકરો જણાવ્યો છે."
રવિવારે વિજય દેવરકોંડાએ મનોજ દેસાઈ સાથે મુલાકાત કરી અને તેમની પોતાના નિવેદન માટે માફી માગી છે. આની સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની વાતનો જૂદો અર્થ કાઢવામાં આવ્યો છે. વિજય દેવરકોંડાને મળ્યા પછી થિયેટર માલિક મનોજ દેસાઈ તેનાથી ઘણાં ઇમ્પ્રેસ થયા અને તેમણે એક્ટરને મેણાં-ટોણાં મારવા બદલ માફી માગી છે. મનોજ દેસાઈએ એ પણ કહ્યું કે તેમણે પોતાના આખા જીવનમાં માત્ર બે લોકોને સૉરી કહ્યું છે અને તે છે અમિતાભ બચ્ચન અને વિજય દેવરકોંડા.
ADVERTISEMENT
વાતચીતમાં મનોજ દેસાઈએ વિજય દેવરકોંડાના વખાણ કરતા કહ્યું, "તે હકિકતે ખૂબ જ સારો છોકરો છે, હું તેને હંમેશાં પ્રેમ કરતો રહીશ. તેનું ભવિષ્ય ઉજ્જવળ છે અને હું વાયદો કરું છું કે હું તેની બધી ફિલ્મ લઈશ. મારી શુભેચ્છાઓ તેમની સાથે છે."
વિજયે સ્પષ્ટતા કરી છે કે તે ન તો માત્ર પોતાના દર્શકોનું સન્માન કરે છે પણ પ્રેમ પણ કરે છે અને વધુમા વધુ દર્શકો સુધી પહોંચવા માટે સતત 30 દિવસ સુધી પ્રચાર પર છે. તેણે એ પણ કહ્યું કે તે દર્શકો માટે ફિલ્મ બનાવે છે અને તે લોકો દ્વારા બન્યો છે. આ સિવાય તેણે ઉલ્લેખ કર્યો કે એવા લોકોનો એક ગ્રુપ છે, જે હંમેશાં ફિલ્મના બૉયકૉટ માટે અવાજ ઉઠાવે છે, પણ એવું નથી કે તે કોઈ હીરો કે હિરોઈનનો બહિષ્કાર કરે છે. આ આખી ટીમ વિશે છે, જે આમાં કામ કરી રહી છે.


