Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છોટા રાજન હોત તો બેડ મળ્યો હોત, સંબંધીના નિધન પર ઇરફાન ખાનની પત્નીનો કટાક્ષ

છોટા રાજન હોત તો બેડ મળ્યો હોત, સંબંધીના નિધન પર ઇરફાન ખાનની પત્નીનો કટાક્ષ

03 May, 2021 04:05 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મેં મારા સંબંધી સમીર બેનર્જીની મદદ માટે એક દિવસ પહેલા પોસ્ટ કરી હતી. આજે તેને અમે અલવિદા કહી દીધું છે. અમે દિલ્હીમાં ઘરે એક આઇસીયૂ ન લગાવડાવી શક્યા અને અમને હસ્પિટલમાં બેડ પણ ન મળ્યો. તે બધાં કોવિડ વૉરિયર્સનો આભાર જેમણે મદદ કરી."

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


સુતાપાએ પોતાની પોસ્ટમાં લખ્યું, "મેં મારા સંબંધી સમીર બેનર્જીની મદદ માટે એક દિવસ પહેલા પોસ્ટ કરી હતી. આજે તેને અમે અલવિદા કહી દીધું છે. અમે દિલ્હીમાં ઘરે એક આઇસીયૂ ન લગાવડાવી શક્યા અને અમને હસ્પિટલમાં બેડ પણ ન મળ્યો. તે બધાં કોવિડ વૉરિયર્સનો આભાર જેમણે મદદ કરી."

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. દર્દીઓ હૉસ્પિટલમાં બેડ, ઑક્સીજન, ઇન્જેક્શન ન મળવા પર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સુવિધાઓના અભાવને કારણે ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. એવામાં હવે દિવગંત અભિનેતા ઇરફાન ખાનની પત્ની સુતપા સિકદરે પોસ્ટ શૅર કરીને જણાવ્યું કે તેમના સંબંધી સાથે પણ કંઇક એવું જ થયું છે. જણાવવાનું કે મહામારીને કારણે તેમના એક સંબંધીએ દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા સુતાપાએ પોસ્ટ શૅર કરી છે.



પોસ્ટ શૅર કરી વ્યક્ત કર્યું દુઃખ
સુતપાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, "મેં મારા સંબંધી સમીર બેનર્જીની મદદ માટે એક દિવસ પહેલા પોસ્ટ કરી હતી. આજે તેમણે અમને અલવિદા કહી દીધું છે. અમે દિલ્હીમાં ઘરે એક આઇસીયૂ ન લગાડી શક્યા અને અમને હૉસ્પિટલમાં બેડ પણ ન મળ્યો. તે બધા કોવિડ વૉરિયર્સનો આભાર જેમણે મદદ કરી. તમને બધાને મારા આશીર્વાદ જ્યાં સુધી હું જીવતી રહીશ."


તેમણે આગળ લખ્યું, "હું ક્યારેય સમીર દાની મુસ્કુરાહટ નહીં ભૂલી શકીશ. હું ક્યારેય નહીં ભૂલી શકું કે મને તેમની માટે આઇસીયૂ બેડ ન મળ્યો, કારણકે તે છોટા રાજન નહોતા. તે એક પ્રામાણિક માણસ હતા."


પોતાની પોસ્ટમાં તેમણે એ પણ લખ્યું કે, "હું દિલ્હીમાં આ તબાહીને ક્યારેય નહીં ભૂલી શકીશ. તમે એ પણ ન ભૂલો કે બેનર્જી શેખ દાસ અડજાનિયા બધાને જવું પડ્યપં અને તે અમારી સાથે થોડો સમય હજી વધારે વિતાવી શક્યા હોત, જો આપણે એક દેશ તરીકે હિંદુ અને મુસ્લિમ તહેવારોને બદલે, હૉસ્પિટલ અને ઑક્સીજન પ્લાન્ટ લગાડવા પર ધ્યાન આપ્યું હોત."

જણાવવાનું કે દિવંગત અભિનેતા ઇરફાન ખાનની પત્ની સુતાપા સિકદર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે મોટા ભાગે દિવગંત પતિની સાથે ફોટોઝ પણ શૅર કરે છે, જેની સાથે તે ખૂબ જ પ્રેમાળ કૅપ્શન પણ લખે છે. ઇરફાન અને સુતાપાની તસવીરો તેના ચાહકોને પણ ખૂબ જ ગમે છે.

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2021 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK