ક્રિતી આ વર્ષે મે મહિનામાં ફરહાન અખ્તરની મુંબઈ ઑફિસની બહાર જોવામાં આવી હતી
ક્રિતી સૅનન
રણવીર સિંહની ફિલ્મ ‘ડોન 3’માં કામ કરવા માટે કિઆરા અડવાણીએ તેની પ્રેગ્નન્સીને કારણે ના પાડી દીધા પછી તેની જગ્યાએ ક્રિતી સૅનનને સાઇન કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ સંજોગોમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેને ‘લેડી ડૉન’ કહીને બોલાવવામાં આવી રહી છે. આ વિડિયોમાં ફોટોગ્રાફર્સ ક્રિતીની તસવીરો લેતી વખતે તેને ‘લેડી ડૉન’ કહીને બોલાવે છે જે સાંભળીને ક્રિતી હસી પડે છે. ક્રિતીનું આ રીઍક્શન જોઈને ખાતરી થઈ જાય છે કે ‘ડૉન 3’માં ક્રિતી જ કામ કરી રહી છે.
ક્રિતી આ વર્ષે મે મહિનામાં ફરહાન અખ્તરની મુંબઈ ઑફિસની બહાર જોવામાં આવી હતી, જેનાથી આ ચર્ચાને વધારે વેગ મળ્યો છે. જોકે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.


