Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને ઉશ્કેરશો તો તમારા ભૂતકાળની કેટલીક વાતો પણ સામે આવી શકે છે

મને ઉશ્કેરશો તો તમારા ભૂતકાળની કેટલીક વાતો પણ સામે આવી શકે છે

Published : 05 October, 2026 11:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોવિંદા સાથેના પોતાના સંબંધો પર સવાલ ઉઠાવનારા લોકોને રાની સ્વર્ણકારે આપ્યો આકરો જવાબ

ગોવિંદા સાથેના રાની સ્વર્ણકાર

ગોવિંદા સાથેના રાની સ્વર્ણકાર


ગોવિંદા અને તેની સહ-અભિનેત્રી તથા કથિત ગર્લફ્રેન્ડ રાની સ્વર્ણકાર વચ્ચેના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં રાની સ્વર્ણકાર તેના હીરો ગોવિંદા સાથે લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચી હતી. ત્યાર બાદ બન્નેના સંબંધોને લઈને સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી. રાની સ્વર્ણકારે આ મામલે પોતાની વાત સ્પષ્ટ કરી છે અને તેમના સંબંધો પર સવાલ ઉઠાવનારા કલાકારોને જવાબ આપ્યો છે.

રાની સ્વર્ણકારે સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે એવી સેલિબ્રિટીઝ પર સવાલ ઉઠાવ્યા છે જેઓ તેના અને ગોવિંદાના સંબંધો વિશે કમેન્ટ્સ કરી રહ્યા છે, પણ દેશ સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરતા નથી. રાનીએ વધુમાં પોતાના ટીકાકારો પર નિશાન સાધતાં કહ્યું કે તેઓ પોતાની અંગત જિંદગીની નિરાશા અને હતાશાનો ગુસ્સો અન્ય લોકો પર કાઢી રહ્યા છે. રાનીએ એવો પણ આક્ષેપ કર્યો કે કેટલાક લોકો પોતાના પતિઓની પ્રતિષ્ઠા અને છબીને નુકસાન પહોંચાડી ચૂક્યા છે. આ પછી રાનીએ સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું કે જો તેને ઉશ્કેરવાનું ચાલુ રાખવામાં આવશે તો તેમના ભૂતકાળની કેટલીક વાતો પણ સામે આવી શકે છે. રાની સ્વર્ણકારે પોતાની પોસ્ટમાં શું-શું લખ્યું છે એ વાંચો...



મને એવી મહિલાઓ પાસેથી સિંદૂર, લગ્ન અથવા આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે કોઈ પાઠ લેવામાં જરા પણ રસ નથી જેઓ પોતે સિંદૂરની મજાક ઉડાવે છે, જેમનાં પોતાનાં લગ્ન તૂટી રહ્યાં છે અને જેઓ પોતાના વૈવાહિક સંબંધોની પવિત્રતા પણ જાળવી શકતી નથી. હું આવી મહિલાઓને મને જજ કરવા માટે લાયક માનતી નથી. ખાસ કરીને એવી મહિલાઓને જેઓ એવા લોકોને પોતાના આદર્શ માને છે અને એમનું સમર્થન કરે છે જેમણે આખી જિંદગી આખી રાત દારૂ પીવામાં, અન્ય પુરુષો સાથે અનેક અફેર રાખવામાં અને વૃદ્ધાવસ્થામાં પણ ત્રણ-ત્રણ પુરુષો સાથે ‘વન-નાઇટ સ્ટૅન્ડ’નાં સપનાં જોવામાં પસાર કરી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત પોતાની લોકપ્રિયતા માટે તેમણે એવા પતિઓનું પણ બધાની સામે અપમાન કર્યું જેમની સાથે તેઓ આખી જિંદગી રહ્યાં અને જેમના કારણે તેમને જીવનભર ફાયદો મળ્યો. હું આવી મહિલાઓને મારી જાતને જજ કરવાનો અધિકાર આપતી નથી. ખરેખર, આ લોકો મને સારી માને કે ખરાબ એની મને જરા પણ પરવા નથી.’


અમે સાથે કામ કરી રહ્યાં છીએ અને આગળ પણ સાથે જોવા મળીશું. જો એનાથી કોઈને તકલીફ થાય છે તો તેમને ઈર્ષ્યા કરવા દો. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમની કરીઅર હવે ઠંડી પડી ગઈ છે અને જેમની ફિલ્મો હવે બૉક્સ-ઑફિસ પર ચાલી રહી નથી. એવું લાગે છે કે તેમની પાસે તેમના જૂના બ્રૅન્ડ-ટૅગ સિવાય હવે કંઈ બચ્યું નથી. તેઓ અન્ય લોકોના ચાલી રહેલા વિવાદોમાં દખલ કરીને અને પોતાને ચર્ચામાં જાળવી રાખવા માટે પૂરો પ્રયાસ કરીને પ્રાસંગિક રહેવાની કોશિશ કરી રહી છે.

મારા હીરો સાથે ગણપતિબાપ્પાના દરબારમાં જઈને મારી આગામી ફિલ્મ ‘રૂપા’ની સફળતા માટે પ્રાર્થના કરવી ક્યારથી અન્ય લોકો માટે શરમની વાત, રાષ્ટ્રીય મુદ્દો કે દેખાડો બની ગઈ? અને જ્યારે આ જ કહેવાતી સેલિબ્રિટીઝ પોતાની ફિલ્મોનાં પ્રમોશન માટે પોતાના પુરુષ સહ-કલાકારો સાથે અલગ-અલગ જાહેર સ્થળોએ જાય છે ત્યારે શું તેમને શરમ નથી આવતી? તેઓ પણ આવું જ કરે છેને. અમે અમારી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત કરી છે, કોઈ રોમૅન્ટિક અફેરની નહીં.


તાજેતરમાં મેં જોયું છે કે કેટલીક સેલિબ્રિટીઝ ખુલ્લેઆમ ગોવિંદાજી, મારી અંગત જિંદગી અને અમારાં ચરિત્ર વિશે કમેન્ટ્સ કરી રહી છે; પણ મેં આ લોકોને ક્યારેય કોઈ ગંભીર મુદ્દા પર આટલી મજબૂતીથી પોતાની વાત રજૂ કરતી જોઈ નથી... પછી તે આતંકવાદ હોય, રાજકારણ હોય, કોઈ અભિનેતાનું મૃત્યુ હોય કે પછી કોઈ અન્ય અભિનેતાનાં અનેક લગ્ન હોય. અચાનક અમારી અંગત જિંદગી એવી જાહેર ચર્ચાનો વિષય કેમ બની ગઈ છે કે દરેક વ્યક્તિ એના પર કમેન્ટ કરવાનો હકદાર હોવાનું સમજવા લાગી છે?

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK