Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: થાણેમાં બિલ્ડિંગની ગૅલરી તૂટી પડી, ૮૦ રહેવાસીઓને બચાવાયા

News In Shorts: થાણેમાં બિલ્ડિંગની ગૅલરી તૂટી પડી, ૮૦ રહેવાસીઓને બચાવાયા

Published : 05 October, 2026 07:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફક્ત બિલ્ડિંગની નીચે પાર્ક થયેલાં ૪ ટૂ-વ્હીલર્સને નુકસાન પહોંચ્યું હતું. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેના કિશનનગરમાં સંગમ સદન બિલ્ડિંગની ટેરેસ ગૅલરી રવિવારે બપોરના સમયે તૂટી પડતાં તાબડતોબ કાર્યવાહી કરીને બિલ્ડિંગના ૮૦ રહેવાસીઓને બિલ્ડિંગમાંથી બહાર કાઢી તેમને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના ગઈ કાલે બપોરે ૨.૨૦ વાગ્યે બની હોવાની જાણકારી થાણેના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યા‌‌િસન તાડવીએ આપી હતી. ૩૫ વર્ષ જૂના બિલ્ડિંગની એક ગૅલરીનો ભાગ તૂટી પડ્યો હતો. બિલ્ડિંગની હાલત જોતાં એનું સમારકામ કરાવવાની જરૂર હોવાનું પણ યા‌‌િસન તાડવીએ જણાવ્યું હતું. જોકે હાલ બધા જ રહેવાસીઓને અન્ય ઠેકાણે રહેવાની સુવિધા આપવામાં આવી છે. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા નહોતી પહોંચી કે કોઈ જાનહાનિ થઈ નહોતી. ફક્ત બિલ્ડિંગની નીચે પાર્ક થયેલાં ૪ ટૂ-વ્હીલર્સને નુકસાન પહોંચ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK