Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કીર્તિ સુરેશ કોવિડ પૉઝિટિવ

કીર્તિ સુરેશ કોવિડ પૉઝિટિવ

12 January, 2022 08:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોવિડ સેફ્ટીના નિયમોને ફૉલો કરો અને સેફ રહો. હું સેફ કૅરમાં આઇસોલેટ છું. મારા સંપર્કમાં જે પણ આવ્યા હોય એ વહેલી તકે ટેસ્ટ કરાવી લે. 

કીર્તિ સુરેશ કોવિડ પૉઝિટિવ

કીર્તિ સુરેશ કોવિડ પૉઝિટિવ


કીર્તિ સુરેશ પણ કોરોના પૉઝિટિવ થઈ છે. તે તામિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ કાર્યરત છે. કોરોના હાલમાં સેલિબ્રિટીઝમાં ખૂબ જ ફેલાઈ રહ્યો છે. બની શકે કે તેઓ શૂટિંગ કરતાં હોવાથી ઝડપથી એની ચપેટમાં આવી રહ્યા છે. આ વિશે સોશ્યલ મીડિયામાં કીર્તિએ કહ્યું હતું કે ‘હેલો, હું પણ કોવિડ-19 પૉઝિટિવ થઈ છું. મને હળવાં લક્ષણો છે. તમામ પ્રકારની તકેદારી અને સેફ્ટી રાખવા છતાં હું એની ચપેટમાં આવી ગઈ છું. આ વાઇરસ જે ઝડપથી ફેલાઈ રહ્યો છે એને જોઈને ડર લાગી રહ્યો છે. કોવિડ સેફ્ટીના નિયમોને ફૉલો કરો અને સેફ રહો. હું સેફ કૅરમાં આઇસોલેટ છું. મારા સંપર્કમાં જે પણ આવ્યા હોય એ વહેલી તકે ટેસ્ટ કરાવી લે. 
તમે અત્યાર સુધી વૅક્સિન ન લીધી હોય તો વહેલી તકે એ પણ લઇ લેવા વિનંતી જેથી તમારી અને તમારી આસપાસના લોકોની હેલ્થ સ્વસ્થ રહે. આશા છે કે જલદી રિકવર થઈને ફરી ઍક્શનમાં આવીશ.’


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2022 08:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK