તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ વાત જણાવી છે
કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારી તેના પતિ સાહિલ સહગલથી અલગ થઈ રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ વાત જણાવી છે. તેણે એ પણ કહ્યું હતું કે તે પેપર પર અલગ નથી થઈ રહી, પરંતુ લાઇફમાં અલગ થઈ રહી છે. ચાર વર્ષના લગ્નજીવન બાદ તે હવે પોતાની લાઇફને પોતાની રીતે જીવશે. આ વિશે કીર્તિએ એક સ્ટેટમેન્ટ જાહેર કરી લખ્યું હતું કે ‘હું દરેકને જણાવવા માગું છું કે મેં અને મારા પતિ સાહિલે નક્કી કર્યું છે કે અમે અલગ થઈ રહ્યાં છીએ. પેપર પર નહીં, પરંતુ લાઇફમાં. કોઈની સાથે જિંદગીભર રહેવાનો નિર્ણય લેવા કરતાં પણ કોઈની સાથે અલગ થવાનો નિર્ણય ખૂબ જ કપરો હોય છે. સાથે રહેવાનો નિર્ણય લેવાથી એને તમારી આસપાસની દરેક વ્યક્તિ સેલિબ્રેટ કરે છે અને સાથે નહીં રહેવાનો નિર્ણય એ જ લોકોને પણ દુઃખ પહોંચાડે છે. આ સરળ નથી. કદાચ એ સરળ નહીં હોય, પરંતુ જે છે એ છે. મારી જેને પણ ચિંતા છે તેને જણાવી દઉં કે હું લાઇફમાં ખૂબ જ સારી જગ્યાએ છું અને મારી લાઇફમાં પણ જે લોકો છે એ પણ સારી જગ્યાએ છે. આ વિષય પર હું હવે કોઈ કમેન્ટ કરવા નથી માગતી.’


