આ ફિલ્મ ૨૦૨૦માં આવેલી ‘ખુદા હાફિઝ’ની સીક્વલ છે.
ખુદા હાફિઝ : ચૅપ્ટર II - અગ્નિપરીક્ષા ફિલ્મ પોસ્ટર
વિદ્યુત જામવાલની ‘ખુદા હાફિઝ : ચૅપ્ટર II - અગ્નિપરીક્ષા’ આ વર્ષે ૧૭ જૂને થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ૨૦૨૦માં આવેલી ‘ખુદા હાફિઝ’ની સીક્વલ છે. આ ફિલ્મમાં શિવલિકા ઑબેરૉય પણ જોવા મળશે. ફારુક કબીરે ડિરેક્ટ અને પૅનોરમા સ્ટુડિયોઝે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં સમીર અને નર્ગિસની લવ સ્ટોરી દેખાડવામાં આવશે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યુત જામવાલે કૅપ્શન આપી હતી, ‘સમીર અને નર્ગિસની અગ્નિપરીક્ષા ‘ખુદા હાફિઝ : ચૅપ્ટર II- અગ્નિપરીક્ષા’માં જોવા મળશે. ફિલ્મ ૨૦૨૨ની ૧૭ જૂને થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.’

