ઍક્ટ્રેસ અને પૉલિટિશ્યન સ્મૃતિ ઈરાનીએ શનિવારે લોકપ્રિય ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ સાથે મુલાકાત કરી.
ઍક્ટ્રેસ અને પૉલિટિશ્યન સ્મૃતિ ઈરાનીએ શનિવારે લોકપ્રિય ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ સાથે મુલાકાત કરી.
ઍક્ટ્રેસ અને પૉલિટિશ્યન સ્મૃતિ ઈરાનીએ શનિવારે લોકપ્રિય ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ સાથે મુલાકાત કરી. એક તબક્કે બૉલીવુડમાં ટોચનાં સિંગર ગણાતાં કવિતા કૃષ્ણમૂર્તિ લાંબા સમયે જાહેરમાં જોવા મળ્યાં હતાં. સ્મૃતિએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં સિંગર સાથેની તસવીર શૅર કરી અને પોસ્ટ લખી, ‘એક એવી દંતકથા જે શાલીનતામાં ડૂબેલી છે, એક એવો અવાજ જેણે લાખો લોકોનાં હૃદયને સ્પર્શ કર્યો છે. આત્મીય, શાંત અને કાલાતીત.’
પોસ્ટમાં સ્મૃતિ ઈરાનીએ આ મુલાકાત યાદ કરતાં કહ્યું, ‘જ્યારે કવિતા કૃષ્ણમૂર્તિએ મારી પાસે આવીને કહ્યું કે ‘મને એક ફોટો જોઈએ છે’ ત્યારે હું નિ:શબ્દ થઈ ગઈ. જ્યારે એ અવાજ, જેણે તમારી સૌથી શાંત ક્ષણોમાં શાંતિ અને ઉજવણીમાં આનંદ આપ્યો છે, એ તમારી સામે હસતો, ચમકતો અને ખૂબ જ ઉષ્માથી ભરેલો ઊભો રહે ત્યારે તમે શું પ્રતિક્રિયા આપો? ખરેખર નમ્રતા અનુભવું છું કે હું એક એવી આઇકનને મળી, જેમનું સંગીત પેઢીઓ સુધી સાથી રહ્યું છે.’


