તેણે ઇન્સ્ટાગ્રામ પર ન્યુ યૉર્કનો વિડિયો શૅર કર્યો છે
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન હાલમાં ન્યુ યૉર્કમાં છે અને તેણે ટાઇમ્સ સ્ક્વેરની મુલાકાત લીધી હતી એટલું જ નહીં, તે ટાઇમ્સ સ્ક્વેર પર પણ ચમક્યો હતો. કાર્તિક ગ્વાલિયરનો છે અને તે મુંબઈ તેનાં સપનાં પૂરાં કરવા માટે આવ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર ન્યુ યૉર્કનો વિડિયો શૅર કર્યો છે, જેમાં તેના ફૅન્સ તેને મળતાં અને તેનાં ગીતોનાં હૂક સ્ટેપ્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વિશે કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘ગ્વાલિયર બૉય ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્કવેર પર ચમક્યો છે. આ માટે હું ન્યુ યૉર્ક સિટી અને મારા ફૅન્સનો આભાર માનું છું. મારી પહેલી ટ્રિપને ખૂબ જ યાદગાર અને સરપ્રાઇઝથી ભરેલી બનાવવા માટે દરેકનો આભાર. હું આ માટે ટીમના દરેક સભ્યનો આભાર માનું છું.’


