કાર્તિક આર્યન અને શ્રીલીલાનું ડેટિંગ બહુ લાંબા સમયથી ચર્ચામાં છે. તેઓ ઘણી વખત એકમેક સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતાં જોવા મળે છે
બન્નેના પરિવારજનો
કાર્તિક આર્યન અને શ્રીલીલાનું ડેટિંગ બહુ લાંબા સમયથી ચર્ચામાં છે. તેઓ ઘણી વખત એકમેક સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતાં જોવા મળે છે. આ ચર્ચા વચ્ચે શ્રીલીલા તેની મમ્મી સાથે કાર્તિકના મુંબઈના ઘરે ગણેશચતુર્થીની ઉજવણીમાં જોવા મળી હતી. અહીં બન્નેના પરિવારજનોએ સાથે મળીને તહેવારનું સેલિબ્રેશન કર્યું હતું. આ ફંક્શનની જે તસવીરો વાઇરલ થઈ છે એમાં કાર્તિક અને શ્રીલીલા સફેદ ટ્રેડિશનલ આઉટફિટમાં ટ્વિનિંગ કરતાં જોવા મળ્યાં હતાં. એક તસવીરમાં કાર્તિક શ્રીલીલાની મમ્મી સાથે અને શ્રીલીલા કાર્તિકની મમ્મી સાથે પોઝ આપતાં જોવા મળે છે. જોકે વારંવાર સાથે દેખાતાં હોવા છતાં કાર્તિક અને શ્રીલીલાએ તેમની રિલેશનશિપનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો.


