ધુરંધરની જબરદસ્ત સફળતા વિશે રણવીર સિંહે પહેલી વખત વ્યક્ત કરી પોતાની લાગણી
રણવીર સિંહ
રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ‘ધુરંધર’ને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી રહી છે અને એ રોજ નવા-નવા રેકૉર્ડ કરી રહી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અક્ષય ખન્નાનાં પાત્રોને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ સંજોગોમાં રણવીર સિંહે પહેલી વખત ‘ધુરંધર’ની સફળતા પર પ્રતિભાવ આપ્યો છે. તેણે સોશ્યલ મીડિયા પર એક સ્ટોરી લખીને કહ્યું છે, ‘નસીબની એક બહુ સુંદર આદત છે કે એ સમય આવ્યે બદલાય છે... પણ હાલમાં તો... નજર અને ધીરજ.’


