તેનું કહેવું છે કે તે એક ચોક્કસ ઝોનમાં બંધાઈને રહેવા નથી માગતી
ક્રિતી સૅનન
ક્રિતી સૅનનનું કહેવું છે કે તે તેની કરીઅરમાં સ્ટીરિયોટાઇપ્ડ થઈને રહેવા નથી માગતી. ક્રિતીની હવે ‘શહઝાદા’ રિલીઝ થવાની છે જેમાં તેની સાથે કાર્તિક આર્યન જોવા મળશે. કેવા પ્રોજેક્ટમાં કામ કરવા માગે છે એ વિશે વાત કરતાં ક્રિતીએ કહ્યું કે ‘દર્શકો મને આ નવા-નવા વર્ઝનમાં જોઈ શકશે. તેઓ મને ફૅમિલી એન્ટરટેઇનરમાં ગ્લૅમરસ રોલમાં જોઈ શકશે. ત્યાર બાદ મારી કરીઅરની સૌથી મોટી ફિલ્મ ‘આદિપુરુષ’માં મને જોઈ શકશે. આ ફિલ્મ પર મને ખૂબ જ ગર્વ છે. આ ફિલ્મ બાદ ‘ગનપત’માં લોકો મને ઍક્શન કરતાં જોઈ શકશે. મેં પહેલી વાર ઍક્શન કરી છે. મને દર્શકો ડર્ટ બાઇક ચલાવતાં, કિક અને પંચ મારતાં અને હથિયારનો ઉપયોગ કરતાં જોઈ શકશે. હું શાહિદ કપૂર સાથે એક લવ સ્ટોરી પણ કરી રહી છું. અમે પહેલી વાર સ્ક્રીન પર સાથે કામ કરી રહ્યાં છીએ. અમારી ફ્રેશ કેમિસ્ટ્રી જોવા મળશે. ત્યાર બાદ તબુ અને કરીના કપૂર સાથેની મારી ‘ધ ક્રૂ’ પણ આવી રહી છે. ‘બરેલી કી બરફી’ સુધી મને ખૂબ જ નાના પાત્રની ઑફર મળી રહી હતી. ત્યાર બાદ મેં ‘પાનીપત’માં કામ કર્યું હતું. એ પછી મેં ‘મિમી’ની ચૅલેન્જ લીધી હતી અને એક લેવલ આગળ વધી હતી. મારે હવે સતત ગિયર શિફ્ટ કરતાં રહેવું છે, કારણ કે હું એક ચોક્કસ ઝોનમાં બંધાઈને રહેવા નથી માગતી. તમારે સતત આગળ વધતાં રહેવું પડશે નહીંતર તમે એક જ જગ્યાએ બંધાઈને રહેશો.’


