ભૂતપૂર્વ પતિના નિધન બાદ કરિશ્માએ પહેલી વખત પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક મેસેજ શૅર કરીને તમામ ચાહકો અને શુભચિંતકોનો આભાર માન્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કરિશ્મા કપૂર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું નિધન તેને માટે એક ઊંડો આઘાત હતો. આ સમયગાળામાં બુધવારે ૨૫ જૂને કરિશ્માની ૫૧મી વર્ષગાંઠ હતી અને એ દિવસે તેને તેના પરિવાર અને ફૅન્સ તરફથી ઢગલાબંધ શુભેચ્છાઓ મળી હતી. હવે ભૂતપૂર્વ પતિના નિધન બાદ કરિશ્માએ પહેલી વખત પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક મેસેજ શૅર કરીને તમામ ચાહકો અને શુભચિંતકોનો આભાર માન્યો છે.


