સંજયની ભૂતપૂર્વ પત્ની કરિશ્મા કપૂરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ‘હૅપી બર્થ-ડે ડૅડ’ લખેલી કેકની તસવીર શૅર કરી હતી
કરિશ્માનાં સંતાનોએ દિવંગત પપ્પાનો જન્મદિવસ ઊજવ્યો
કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનો બુધવારે જન્મદિવસ હતો ત્યારે કરિશ્મા કપૂરનાં સંતાનો દીકરી સમાયરા અને દીકરા કિયાન રાજે તેમના દિવંગત પપ્પાનો જન્મદિવસ ઊજવ્યો હતો અને કેક કાપી હતી. સંજયની ભૂતપૂર્વ પત્ની કરિશ્મા કપૂરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ‘હૅપી બર્થ-ડે ડૅડ’ લખેલી કેકની તસવીર શૅર કરી હતી. કરિશ્માએ શૅર કરેલી આ તસવીર જોઈને તેની બહેન કરીના કપૂર પણ ઇમોશનલ થઈ ગઈ હતી અને તેણે કરિશ્માના ફોટોનો સ્ક્રીનશૉટ પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું, ‘મારા સમુ અને કિયુ, પપ્પા હંમેશાં તમારી રક્ષા કરશે.’


