કૅટરિના કૈફની ૪૩મી વર્ષગાંઠે કરીના કપૂરે આપી ખાસ શુભેચ્છા
કેટરિના કૈફ અને કરીના કપૂર
ગઈ કાલે કૅટરિના કૈફની ૪૩મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસરે કરીના કપૂરે સોશ્યલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કૅટરિનાના જન્મદિવસે કરીનાએ તેની કૅટરિના સાથેની જૂની બ્લૅક ઍન્ડ વાઇટ તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે તેણે લખ્યું હતું કે ‘હૅપી બર્થ-ડે ફૉરેવર સુપરસ્ટાર. ખૂબ-ખૂબ શુભકામનાઓ, મમ્મી કૅટ.’
