મહાન દાદા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપી રહી છું. હાલમાં તેમની ૧૦૦મી જન્મજયંતી સમગ્ર દેશમાં ખૂબ પ્રેમથી ઊજવાઈ
કરીનાએ દાદા રાજ કપૂરનાં ગીતો પર પર્ફોર્મ કરીને આપી શ્રદ્ધાંજલિ
રાજસ્થાનના જયપુરમાં યોજાયેલા આઇફા અવૉર્ડ્સ 2025માં કરીના કપૂરે દાદા રાજ કપૂરનાં ગીતો પર પર્ફોર્મન્સ આપીને તેમને ખાસ શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમમાં ‘શ્રી 420’ના લોકપ્રિય ગીત ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ પર કરીના કપૂરે બહુ શાનદાર પર્ફોર્મન્સ આપ્યો. કરીનાએ ‘મેરા જૂતા હૈ જાપાની’ ગીત પર પણ બહુ સરસ ડાન્સ કર્યો અને તેના આ ડાન્સમાં કૉસ્ચ્યુમથી લઈને એક્સપ્રેશન સુધી બધું પર્ફેક્ટ હતું. કરીનાનો આ પર્ફોર્મન્સ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અને તેના ફૅન્સને બહુ પસંદ પડી રહ્યો છે.
ADVERTISEMENT
આ પર્ફોર્મન્સ પહેલાં આપેલા ઇન્ટરવ્યુમાં કરીનાએ એને દિલની નજીક ગણાવ્યો હતો. કરીનાએ કહ્યું હતું કે ‘આ પર્ફોર્મન્સ મારા દિલની ખૂબ નજીક છે, કારણ કે હું મારા મહાન દાદા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપી રહી છું. હાલમાં તેમની ૧૦૦મી જન્મજયંતી સમગ્ર દેશમાં ખૂબ પ્રેમથી ઊજવાઈ. મારા માટે તેમના વારસા અને સિનેમાની ઉપલબ્ધિને ઊજવવાની ક્ષણ એ અનોખી ક્ષણ છે’.

