ફિલ્મમેકરે હૈ જવાની તો ઇશ્ક હોના હૈ પછી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું એને પગલે કરણ જોહરે પોતાની લાગણી વ્યક્ત કરી...
ડેવિડ ધવન અને કરણ જોહર
૭૪ વર્ષીય ફિલ્મમેકર ડેવિડ ધવન પોતાની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ને લઈને ચર્ચામાં છે. ચર્ચા છે કે પાંચ જૂને રિલીઝ થનારી આ ફિલ્મ ડિરેક્ટર તરીકે તેમની છેલ્લી ફિલ્મ છે અને પછી તેઓ નિવૃત્તિ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. શનિવારે ફિલ્મમેકર ડેવિડ ધવનની ફિલ્મી સફરને સન્માન આપવા માટે પીવીઆર આઇનૉક્સ દ્વારા આયોજિત એક વિશેષ ઇવેન્ટ ‘ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલ’માં ડેવિડ ધવન અને દીકરા વરુણ ધવને હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં કરણ જોહર પણ સામેલ થયો હતો.
આ ઇવેન્ટ પછી કરણ જોહરે સોશ્યલ મીડિયામાં ડેવિડ ધવન વિશે લખ્યું, ‘ગઈ કાલે જ્યારે હું ડેવિડ ધવનના સન્માન સમારોહમાં ગયો અને તેમણે મને જણાવ્યું કે આ તેમની છેલ્લી ફિલ્મ બનવાની છે ત્યારે મારા દિલમાં મિશ્ર સંવેદનાઓ અનુભવાઈ. તેઓ એવા ફિલ્મમેકર છે જે ફિલ્મોની એક આખી શૈલી બનાવવાના જવાબદાર છે. ‘ડેવિડ ધવન ફિલ્મ’ એટલે જ મનોરંજન. આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેમને પ્રેમ, સન્માન અને પ્રશંસા મળે છે. આ વાતથી કોઈ ઇનકાર કરી શકે નહીં. વરુણ સાથે આવનારી બ્લૉકબસ્ટર ફિલ્મ માટે શુભેચ્છાઓ. ડેવિડ ધવન, તમે હંમેશાં નંબર વન રહેશો.’

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ પ્લાઝામાં શનિવારે યોજાયેલી ‘ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલ’ની સક્સેસ-પાર્ટીમાં વરુણ ધવન, સલમાન ખાન અને ડેવિડ ધવન
ડેવિડ ધવનની સક્સેસ-પાર્ટીમાં તેનો હીરો નંબર વન જ ગેરહાજર
ગોવિંદાએ સેલિબ્રેશનમાં હાજરી નહોતી આપી, પણ તેનાં સંતાનો જોવા મળ્યાં હતાં
ADVERTISEMENT

યશવર્ધન આહુજા અને ટીના આહુજા
ડિરેક્ટર ડેવિડ ધવનની સિનેમા સફરને શનિવારે મુંબઈમાં યોજાયેલા ‘ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલ’માં ઊજવવામાં આવી હતી. ડેવિડ ધવનની આ સક્સેસ-પાર્ટીમાં સલમાન ખાન, અર્જુન કપૂર, ચંકી પાંડે અને સાજિદ નડિયાદવાલા સહિત અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં ડેવિડ ધવનની અનેક ફિલ્મોના હીરો રહેલા ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજા અને પુત્રી ટીના આહુજા પણ પહોંચ્યાં હતાં, પરંતુ ગોવિંદા પોતે જોવા મળ્યો નહોતો. ૯૦ના દાયકામાં ગોવિંદા અને ડેવિડ ધવનની જોડીએ ‘કૂલી નંબર વન’ અને ‘હીરો નંબર વન’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. જોકે આ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોવિંદાની ગેરહાજરીએ ફરી એક વાર તેમના સંબંધો વિશેની અટકળોને વેગ આપ્યો હતો.
