કાર્તિક આર્યનની ‘ચંદુ ચૅમ્પિયન’ જોયા બાદ બૉલીવુડની સેલિબ્રિટીઝ તેના પર્ફોર્મન્સથી પ્રભાવિત થઈ છે
કરણ જોહર
કાર્તિક આર્યનની ‘ચંદુ ચૅમ્પિયન’ જોયા બાદ બૉલીવુડની સેલિબ્રિટીઝ તેના પર્ફોર્મન્સથી પ્રભાવિત થઈ છે. સૌકોઈ સોશ્યલ મીડિયામાં તેની પ્રશંસા કરી રહ્યું છે. આ ફિલ્મની સ્ટોરી ભારતના પ્રથમ પૅરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરની લાઇફ પર આધારિત છે. અગાઉ શબાના આઝમી, જાવેદ અખ્તર, વિકી કૌશલ અને કૅટરિના કૈફ સહિત અનેક લોકોએ તેની પ્રશંસા કરી છે. ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી છે. ફિલ્મ જોયા બાદ ઇન્સ્ટાસ્ટોરી પર કરણ જોહરે લખ્યું છે કે ‘સૉલિડ, સિન્સિયર, સુપ્રીમ. કબીર ખાને બહાદુરીભરી અને પ્રેરણાદાયી લાઇફની સ્ટોરી બનાવી છે. આ ફિલ્મ દ્વારા કાર્તિક આર્યને ઈમાનદારી અને સમર્પણથી પોતાની કરીઅરનો બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો છે. લોકોએ એ ફિલ્મ અચૂક જોવી જોઈએ.’


