હાલમાં જ પ્રિયંકા ચોપડા જોનસે કહ્યું કે તેને બૉલીવુડમાં કૉર્નર કરવામાં આવી હતી.

કંગના રનોટ
એ. આર. રહમાનના જૂના સ્ટેટમેન્ટને લઈને કંગના રનોટે બૉલીવુડ ગૅન્ગને ફરી અડફેટમાં લીધી છે. કંગના પહેલેથી જ બૉલીવુડ ગૅન્ગને લઈને બોલતી આવી છે. હાલમાં જ પ્રિયંકા ચોપડા જોનસે કહ્યું કે તેને બૉલીવુડમાં કૉર્નર કરવામાં આવી હતી. તેને એટલી હેરાન કરવામાં આવી હતી કે તેણે અમેરિકામાં કરીઅર બનાવવી પડી હતી. આ વાત બાદ ફરી ઘણી ચર્ચા ચાલી રહી છે.
ઘણી સેલિબ્રિટીઝ પ્રિયંકાના સપોર્ટમાં આવી છે. હાલમાં જ સિનેમેનિયા દ્વારા રહમાને એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવેલી વાતને ટ્વીટ કરવામાં આવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘૨૦૨૦ના જુલાઈમાં રહમાનને પૂછવામાં આવ્યું હતું કે તેઓ તામિલમાં કેમ વધુ ફિલ્મો બનાવે છે અને બૉલીવુડમાં કેમ કામ નથી કરતા. આ વિશે એ. આર. રહમાને કહ્યું હતું કે ‘હું સારી ફિલ્મોની ના નથી કહેતો, પરંતુ મને લાગે છે કે મારી વિરુદ્ધ બૉલીવુડમાં એક ગૅન્ગ ચાલી રહી છે જે મારા વિશે ખોટી વાતો અને અફવાઓ ફેલાવે છે. હું કામ કરું એવી ઘણા લોકો આશા રાખે છે, પરંતુ ત્યાં જ એવા પણ કેટલાક લોકો છે જે એમ થતું અટકાવે છે. જોકે મને એનાથી ફરક નથી પડતો, કારણ કે હું નિયતિમાં વિશ્વાસ રાખું છું. હું માનું છું કે દરેક વસ્તુ ઉપરવાળા તરફથી આવે છે.’
આ પણ વાંચો: તાપસી પર કયા લાગ્યા આરોપ?
આ વિશે કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘બૉલીવુડના કિડ્સ ટૅલન્ટથી ઑબ્સેસ થઈને મોટાં થાય છે. તેમના દરેક શબ્દ અને દરેક પગલે તેમનાં માતા-પિતા દ્વારા તેમને વધાવવામાં આવે છે. તેઓ શરૂઆતથી જ જૂઠાણાંમાં વિશ્વાસ કરતાં થઈ જાય છે. તેમની સામે જ્યારે એક રિયલ ટૅલન્ટેડ વ્યક્તિ આવે ત્યારે તેમના ચહેરા પર જાણે એક તમાચો પડ્યો હોય એમ તેમની દરેક માન્યતા પડી ભાંગે છે. તેમણે દરેક સ્ટેપ પર ચૅલેન્જનો સામનો કરવો પડે છે. એ સાચી વાત છે. ડિઝર્વ નહીં કરતા લોકો, મૅચ્યોર ન હોય એવા અને સિલ્વર સ્પૂન સાથે જન્મેલા લોકો ઈર્ષ્યાનો ભોગ બને છે. આ લોકો ગૅન્ગ અપ થઈને ગિફ્ટેડ આર્ટિસ્ટને હેરાન કરે છે અને તેમને આડકતરી રીતે મૃત્યુ તરફ દોરે છે. ‘અમેડિયસ’ આ જ વિષય પર બનેલી ફિલ્મ છે, જે મારી ફેવરિટ છે.’