Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઠગ લાઇફમાં ટ્રિપલ રોલમાં દેખાશે કમલ હાસન?

ઠગ લાઇફમાં ટ્રિપલ રોલમાં દેખાશે કમલ હાસન?

30 April, 2024 06:32 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૮૭માં આવેલી ‘નાયકન’ બાદ ઘણાં વર્ષો પછી મણિ રત્નમ અને કમલ હાસન ફરીથી સાથે કામ કરવાના છે.

કમલ હસનની તસવીર

કમલ હસનની તસવીર


ફિલ્મમેકર મણિ રત્નમની ફિલ્મ ‘ઠગ લાઇફ’ માટે કમલ હાસન અને અલી ફઝલ નવી દિલ્હીમાં એક મહિનો શૂટિંગ કરવાના છે. મે મહિનાથી શૂટિંગ શરૂ થશે. રવિવારે તેઓ નવી દિલ્હી પહોંચી ગયા છે. ઍક્શન અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મની સ્ટોરી મણિ રત્નમ અને કમલ હાસને સાથે મળીને લખી છે. એવું જાણવા મળ્યું છે કે ફિલ્મમાં કમલ હાસન ત્રણ રોલમાં દેખાવાના છે. ૧૯૮૭માં આવેલી ‘નાયકન’ બાદ ઘણાં વર્ષો પછી મણિ રત્નમ અને કમલ હાસન ફરીથી સાથે કામ કરવાના છે. નવી દિલ્હીના અગત્યના લોકેશન પર ફિલ્મ શૂટ કરવામાં આવશે. 

ઠગ લાઇફ માટે ગીતકાર બન્યા કમલ હાસન, લખ્યું એક ગીત
કમલ હાસને ‘ઠગ લાઇફ’નું એક ગીત લખ્યું છે. અગાઉ પણ તેઓ અનેક તામિલ ગીતો લખી ચૂક્યા છે. તેમણે ખૂબ ઓછા સમયમાં ‘ઠગ લાઇફ’નું ગીત લખ્યું હતું અને એ. આર. રહમાને માત્ર બે કલાકમાં એ ગીતનું મ્યુઝિક કમ્પોઝ કર્યું અને એને રેકૉર્ડ પણ કર્યું હતું. તેમના ફૅન્સ પણ ગીતની ઝલક જોવા માટે અને સાંભળવા માટે આતુર છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 06:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK